khissu

કપાસનાં ભાવમાં ધડાધડ ઘટાડો, જાણો આજનાં (26/12/2022) કપાસનાં બજાર ભાવ

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયુ હતું. પરંતુ વાતાવરણ અને કપાસમાં પડતી જીવાત અને પાકના રોગચાળાને લઈને કપાસના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઈને આ વખતે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આ સાથે જ કપાસના ભાવ પણ તળીએ બેસી જવાથી ખેડુતોની હાલત હાલ કફોડી બની છે.

આ પણ વાંચો: કામની વાત/ હવે સસ્તામાં ઘર ખરીદવાનો મોકો! તમે પણ લઈ શકો છો લાભ, જાણો કંઈ રીતે?

કોરોનાને લઈને ચાઈનામાં કપાસની નિકાસ ઘટી છે. અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર નબળું પડવાને લઈને પણ કપાસની ખરીદી ઘટી ગઈ છે જેના કારણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવતા ખેડૂતોનો ઘસારો જોવા મળી રહ્યો નથી. ગત વર્ષની સરખામણીએ આ વખતે 400 થી 600 રૂપિયાનો પ્રતિ મણ ભાવ ઘટાડો થયો છે.

ગત વર્ષે આ સમયે કાચા કપાસના પ્રતિ મણના રૂ.2800ના ભાવ બોલાયા હતા, જે જોઇ ખેડૂતો આ વર્ષે કપાસના વાવેતર તરફ બરાબરના આકર્ષાતા રાજ્યમાં આ સાલ 'વ્હાઇટ ગોલ્ડ'નું વાવેતર વધી 25.29 લાખ હેક્ટરમાં નોંધાયું છે. પરંતુ આ સાલ બન્યું એવું છે કે, આ સાલ જીનર્સો દ્વારા કપાસમાં ખરીદીમાં મંદ ઉત્સાહ વચ્ચે કપાસના ભાવ સતત ગગડી રહ્યા હોઇ, ચૂંટણી બાદ કપાસના ભાવ ઘટી પ્રતિ મણના રૂ.1800થી પણ ઓછા બોલાતા ખેડૂતોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતાનુંસાર આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવમાં થઇ રહેલી વધઘટ વચ્ચે ડીસ્પેરિટીને કારણે જીનર્સો કપાસની ખરીદીને લઇને નિરૂત્સાહ જોવા મળી રહ્યા હોવાથી ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. હાલ ખેડૂતો આ ભાવે કપાસ વેચવા ઉત્સાહીત ન હોઇ, માર્કેટિંગ યાર્ડોમાં ગામડાંઓમાંથી આવતા કપાસની આવકો સતત ઘટવા લાગી છે.

આ પણ વાંચો: આ સસ્તું હીટર લગાવતાની સાથે જ ઠંડીમાં ઘટાડો! હોલસેલ નાં ભાવે ઉપલબ્ધ

કપાસની ખેતી પાછળ એક વિઘા દીઠ 15000 રૂપિયાનો ખર્ચે સાથે મોંઘીદાટ દવાઓ, મજૂરી, મજૂરીના એક મણના 200 રુપિયા…તો માર્કેટ સુધી લાવવાનો ખર્ચ 1500 રુપિયા, એમ ખેડૂતોને કપાસ પાછળ અધધ ખર્ચ થઈ રહ્યો છે. સામે જે ભાવ મળે છે તે પણ પુરતો નથી, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

કપાસના બજાર ભાવ (24/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15751680
અમરેલી10901673
સાવરકુંડલા15501655
જસદણ14001650
બોટાદ15751746
મહુવા14351663
ગોંડલ15411676
કાલાવડ16001663
જામજોધપુર14501650
ભાવનગર14521641
જામનગર12601680
બાબરા16001715
જેતપુર12001671
વાંકાનેર13001649
મોરબી15251691
રાજુલા14001651
હળવદ15001692
વિસાવદર15701676
તળાજા13001645
બગસરા14001666
જુનાગઢ14001630
ઉપલેટા15001620
માણાવદર15501690
ધોરાજી14161651
વિછીયા15801665
ભેસાણ15001664
ધારી13051682
લાલપુર15851689
ખંભાળિયા15401660
ધ્રોલ14061639
પાલીતાણા14601645
સાયલા16201700
હારીજ15851691
ધનસૂરા15001560
વિસનગર14001677
વિજપુર14801690
કુંકરવાડા15601652
ગોજારીયા16101665
હિંમતનગર15211699
માણસા14501662
કડી15411666
મોડાસા15501570
પાટણ14511680
થરા16001620
તલોદ15311592
સિધ્ધપુર15611694
ડોળાસા15101628
દીયોદર16001660
બેચરાજી15801630
ગઢડા15851665
ઢસા15501625
કપડવંજ13501400
ધંધુકા16201668
વીરમગામ14501675
ચાણસ્મા15001680
ભીલડી13001650
ઉનાવા13511687
શિહોરી16301670
લાખાણી15001649
સતલાસણા15501620