khissu

કપાસનાં ભાવમાં તેજીનો માહોલ યથાવત: આજનો ઉંચો ભાવ ૧૪૦૧, જાણો આજનાં બજાર ભાવ

ગુરુવારે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં દોઢ લાખ મણની હતી અને બીજા રાજ્યોની આવક જળવાયેલી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં પણ જીનિંગો બંધ થઈ રહી છે કારણ કે જીનર્સોને માર્ચ એન્ડીંગને કારણે કપાસ ખરીદવામાં રસ રહ્યો નથી જેથી મણે રૂ. 10 ઘટયા હતા. મહારાષ્ટ્રના કપાસની 80 થી 90 ગાડી અને કાઠિયાવાડના કપાસની 150 ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.1160 થી 1275 અને કાઠિયાવાડના કપાસના ભાવ રૂ.1160 થી 1280 બોલાયા હતા.  

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ગઇકાલે કપાસની આવક ઘટીને 55 થી 60 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ. 1130 થી 1200 અને ઉંચામાં રૂ. 1335 થી 1365 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ આજે રૂ. 5 ઘટયા હતા અને નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ. 10 ઘટયા હતા. 

આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો 15 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1320+ રહ્યો હતો. જેમાંની મહુવા માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1401 રૂપિયા જોવા મળ્યો હતો.

હવે જાણી લઈએ આજના (૧૯/૦૩/૨૦૨૧, ગુરૂવારનાં) બજાર ભાવો.

રાજકોટ :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1330

અમરેલી :- નીચો ભાવ 835 ઉંચો ભાવ 1329

સાવરકુંડલા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1340

જસદણ :- નીચો ભાવ 1180 ઉંચો ભાવ 1311

બોટાદ :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1370

મહુવા :- નીચો ભાવ 1087 ઉંચો ભાવ 1401

ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1316

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1291

જામજોધપુર :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1280

ભાવનગર :- નીચો ભાવ 1131 ઉંચો ભાવ 1366

જામનગર :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1303

બાબરા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1352

જેતપુર :- નીચો ભાવ 1075 ઉંચો ભાવ 1340

વાંકાનેર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300

મોરબી :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1301

હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1303

‌વિસાવદર :- નીચો ભાવ 760 ઉંચો ભાવ 1120

તળાજા :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1313

ઉપલેટા :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1280

માણાવદર :- નીચો ભાવ 911 ઉંચો ભાવ 1300

‌વિછીયા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1350

ભેંસાણ :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1310

લાલપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1345

ધ્રોલ :- નીચો ભાવ1050 ઉંચો ભાવ 1181

પાલીતાણા :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1220

હારીજ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1061

‌વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1351

‌વિજાપુર :- નીચો ભાવ 1141 ઉંચો ભાવ 1317

કુકરવાડા :- નીચો ભાવ 1260 ઉંચો ભાવ 1321

‌હિંમતનગર :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1295

માણસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1334

કડી :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1300

પાટણ :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1345

ગઢડા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1311

ઢસા :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1251

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050

ધંધુકા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1291

ચાણસ્મા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1141

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150

ઉનાવા :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1350

ઇકબાલગઢ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1200