khissu

કપાસનાં ભાવમાં રજાઓ બાદ તેજી યથાવત્: જાણો આજના (૦૨/૦૪/૨૦૨૧, શુક્રવારનાં) ચાલુ માર્કેટ યાર્ડના ભાવો

દેશમાં  કપાસના ટેકાના ભાવથી ખરીદીનો મુદ્દો હાલ ખેડૂતોનાં આંદોલનને કારણે ચર્ચાસ્પદ છે, ત્યારે સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ છેલ્લા દોઢ મહિનાથી કપાસ-રૂની ટેકાનાં ભાવથી ખરીદી પણ બંધ કરી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રૂની વધુ નિકાસ માટે વાટાઘાટો ચાલુ છે અને આગામી દિવસોમાં વધારે નિકાસ થાય તેવી ધારણાં છે. 

રૂનાં ટેકાના ભાવ કિવન્ટલ દીઠ રૂ. 5825 છે જેની તુલનાએ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 6400 થી રૂ. 6500 સુધીનાં ભાવ મળી રહ્યાં છે, પરિણામે ટેકાનાં ભાવથી ખરીદી બંધ છે. રૂની નિકાસ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાંથી 45 લાખ ગાંસડીનાં વેપારો થઈ ચૂક્યા છે અને હજી નવી સિઝનને છ મહિના બાકી છે, ભારતીય હાલ ભાવ વ્યાજબી છે અને માંગ પણ સારી છે. તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશની માંગ સારી રહે તેવી ધારણાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે તમામ કોમોડિટીનાં વેપારો પણ વધે તેવી સંભાવનાં છે. બાંગ્લાદેશ ભારતીય કપાસ ઉપરાંત ચોખા, ઘઉં સહિતની બીજી કોમોડિટીની આયાત પણ વધારે તેવી ધારણાં છે.

આજના (તા. ૦૨/૦૪/૨૦૨૧ ને શુક્રવારના) કપાસનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યાં હતાં.

જસદણ :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1275

બોટાદ :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1355

મહુવા :- નીચો ભાવ 845 ઉંચો ભાવ 1190

ભાવનગર :- નીચો ભાવ 1078 ઉંચો ભાવ 1234

બાબરા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1275

હળવદ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1140

‌વિસાવદર :- નીચો ભાવ 954 ઉંચો ભાવ 1132

માણાવદર :- નીચો ભાવ 600 ઉંચો ભાવ 1130

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1150

‌વિસનગર :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 127 

વિજાપુર :- નીચો ભાવ 1155 ઉંચો ભાવ 1291

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 950

ઉનાવા :- નીચો ભાવ 1161 ઉંચો ભાવ 1162

ઇકબાલગઢ :- નીચો ભાવ 1002 ઉંચો ભાવ 1003