khissu

કપાસના ભાવમાં તેજી: જાણો આજનાં ૨૦+ માર્કેટિંગ યાર્ડના ભાવો, ભાવ જાણી વેચાણ કરો

અઠવાડિયા થી કપાસના ભાવ ઘટી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં મંદીનો ગભરાટ ફેલાયો છે અને પૈસાની જરૂરીયાતવાળા ખેડૂતો કપાસ ઝડપથી વેચી રહ્યા છે, પરંતુ અત્યારે ભાવ વધવાની ધારણાઓ થઈ રહેલી છે માટે ખેડુતોએ સમજી વિચારીને કપાસ વેંચવો જોઈએ.

ગઈ કાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને 50 થી 60 હજાર મણની આવક રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં હાલ 15 થી 20 જીનો ચાલુ છે જે આગામી ત્રણ થી ચાર દિવસમાં બંધ થઇ જશે. રૂના ભાવ એકાએક ઘટવા લાગ્યા હોવાથી જીનર્સોની ડિસ્પેરિટી વધી રહી છે અને માર્કેટમાં સારો કપાસ મળતો નથી. મહારાષ્ટ્રમાંથી જે કપાસ આવે છે તેમાં હવે સારી કવોલીટીના કપાસની આવક પૂરી થઇ ચૂકી છે. જેથી જીનોને મહારાષ્ટ્રનો કપાસ ખરીદવામાં રસ નથી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક બુધવારે ઘટીને 30 થી 40 ગાડીની હતી અને ભાવ રૂ. 1100 થી 1240 બોલાતા હતા. જ્યારે કાઠિયાવાડના કપાસની આવક 70 થી 80 ગાડીની હતી અને તેના ભાવ રૂ. 1150 થી 1260 બોલાતા હતા. કડીમાં બુધવારે કપાસમાં મણે રૂ. 15 થી 20 ઘટયા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે આવક ઘટીને 24 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂા.1070 થી 1120 અને ઊંચામાં રૂા.1255 થી 1300 બોલાયા હતા. 

આજના બજાર ભાવની વાત કરીએ તો અમુક અમુક માર્કેટ યાર્ડ જ ચાલુ છે. જેમાંની બાબરા માર્કેટ યાર્ડમાં ભાવ રૂ. 1332 બોલાયો હતો.

હવે જાણી લઈએ આજના (૨૫/૦૩/૨૦૨૧, ગુરૂવારના) બજાર ભાવો.

અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1321
 

સાવરકુંડલા  :- નીચો ભાવ 1011 ઉંચો ભાવ 1295

મહુવા :- નીચો ભાવ 935  ઉંચો ભાવ 1240

ગોંડલ  :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1291

જામજોધપુર  :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1245

ભાવનગર  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1288

બાબરા  :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1332

હળવદ  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1215

વિસાવદર  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1120

તળાજા  :- નીચો ભાવ 1017 ઉંચો ભાવ 1238

માણાવદર  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1290

વિછીયા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260

પાલીતાણા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180

હારીજ  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 975

વિસનગર  :- નીચો ભાવ 500 ઉંચો ભાવ 1285

વિજાપુર  :- નીચો ભાવ 1190 ઉંચો ભાવ 1325

કુકરવાડા  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1261

‌હિંમતનગર  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1243

કડી  :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1241

ગઢડા  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1331

ઢસા  :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1240

કપડવંજ  :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1050

ખેડબ્રહ્મા  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1140

ઉનાવા  :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1300