khissu

કપાસના ભાવમાં તેજી યથાવત્: જેતપુરમાં સૌથી ઊંચો ભાવ, જાણો 50+ માર્કેટયાર્ડના ભાવો

ગઈ કાલે ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક દોઢ લાખ મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક બુધવારે વધી હતી. કડીમાં મહારાષ્ટ્રની 250 ગાડી, આંધ્રપ્રદેશની 4-5 ગાડી અને કર્ણાટકની 5-6 ગાડી અને કાઠિયાવાડની આવક ઘટીને 125 ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂા.1200 થી 1225 , આંધ્રપ્રદેશના કપાસના ભાવ રૂા.1200 થી 1240, કર્ણાટકના કપાસના ભાવ રૂા.1200 થી 1255 અને સૌરાષ્ટ્રના કપાસના ભાવ રૂા 1140 થી 1205 બોલાતા હતા. જોકે બુધવારે કડીમાં કપાસના ભાવ રૂા.10 
ઘટયા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે કપાસની આવક 1.25 લાખ મણની હતી, કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1270 અને ઊંચામાં રૂ.1270 થી 1300 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ જળવાયેલા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.5 ઘટયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યુંં હતું કે ગામડે બેઠા કપાસના ભાવ બુધવારે રૂ.૧૨૫૦ માં વેપાર થયા 
હતા.

દેશમાં બુધવારે રૂની આવક ૮૪ થી ૯૪ હજાર ગાંસડી એટલે કે સવા વીસ થી સાડા બાવીસ લાખ મણ જેવી રહી હતી.

આજ  25/02/2021,ગુરુવારના રોજ કપાસના ભાવોની વાત કરીએ તો 10 માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ 1300+ જોવા મળ્યા છે અને સૌથી ઉંચો ભાવ જેતપુરમાં 1351 જોવા મળ્યો છે.

હવે જાણી લઈએ આજનાં કપાસનાં ભાવો,

રાજકોટ :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1262
અમરેલી :- નીચો ભાવ  800 ઉંચો ભાવ  1318
સાવરકુંડલા :- નીચો ભાવ  1051 ઉંચો ભાવ  1300
જસદણ :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ  1291
બોટાદ :- નીચો ભાવ  1073 ઉંચો ભાવ  1310
મહુવા :- નીચો ભાવ  901 ઉંચો ભાવ  1218
ગોંડલ :- નીચો ભાવ  1001 ઉંચો ભાવ  1276
કાલાવડ :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ  1269
જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ  1280
ભાવનગર :- નીચો ભાવ  1037 ઉંચો ભાવ  1260
જામનગર :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ  1257
બાબરા :- નીચો ભાવ  1045 ઉંચો ભાવ  1310
જેતપુર :- નીચો ભાવ  1080 ઉંચો ભાવ 1351
વાંકાનેર:- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1260
મોરબી :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1232
રાજુલા :- નીચો ભાવ  900 ઉંચો ભાવ 1275
હળવદ :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1248
‌વિસાવદર :- નીચો ભાવ  875 ઉંચો ભાવ 1205
તળાજા :- નીચો ભાવ  900 ઉંચો ભાવ 1282
ઉપલેટા :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1225
માણાવદર :- નીચો ભાવ  982 ઉંચો ભાવ 1275
ધોરાજી :- નીચો ભાવ  1046 ઉંચો ભાવ 1251
‌વિછીયા :- નીચો ભાવ  1021 ઉંચો ભાવ 1270
ભેંસાણ :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1254
લાલપુર :- નીચો ભાવ  1042 ઉંચો ભાવ 1251
ખંભાળિયા :- નીચો ભાવ  1000ઉંચો ભાવ  1150
ધ્રોલ :- નીચો ભાવ  1054 ઉંચો ભાવ 1242
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
હારીજ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1261
ધનસૂરા :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1220
‌વિજાપુર :- નીચો ભાવ  1051 ઉંચો ભાવ 1307
કુકરવાડા :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1305
ગોજારીયા :- નીચો ભાવ  1120 ઉંચો ભાવ  1273
‌હિંમતનગર :- નીચો ભાવ  1105 ઉંચો ભાવ 1281
માણસા :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1304

પાટણ :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1288

થરા :- નીચો ભાવ 810 ઉંચો ભાવ 1200
તલોદ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1225
સિધ્ધપુર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1331
ડોળાસા :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1151
‌ટિંટોઇ  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1140
દીયોદર  :- નીચો ભાવ  970 ઉંચો ભાવ 1160
બેચરાજી :- નીચો ભાવ 1098 ઉંચો ભાવ 1196
ગઢડા :- નીચો ભાવ  1070 ઉંચો ભાવ 1276
ઢસા :- નીચો ભાવ  1080 ઉંચો ભાવ 1251
કપડવંજ :- નીચો ભાવ  900 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ  1140 ઉંચો ભાવ 1312
વીરમગામ :- નીચો ભાવ  900 ઉંચો ભાવ 1177
જાદર :- નીચો ભાવ  1120 ઉંચો ભાવ 1170
ચાણસ્મા :- નીચો ભાવ  1121 ઉંચો ભાવ 1160
ઉનાવા :- નીચો ભાવ  1091 ઉંચો ભાવ 1311
ઇકબાલગઢ :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1261
સતલાસણા:- નીચો ભાવ 1111ઉંચો ભાવ  1151