khissu

કપાસના ભાવમાં તેજીનો માહોલ: આજનો ઉંચો ભાવ ૧૩૫૬, જાણો આજનાં કપાસના ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો

ગુજરાતમાં કપાસની આવક મંગળવારે માર્કેટયાર્ડોમાં પોણા બે લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલ મહારાષ્ટ્ર અને કાઠિયાવાડથી કડીના જીનર્સોને કપાસ મળી રહ્યો છે, પણ 20મી માર્ચ પછી કપાસની આવક સમગ્ર દેશમાં ઘટવાની ધારણાએ હાલ કડીના જીનર્સોની રૂમાં પકડ વધી છે. મંગળવારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક 100 ગાડીની અને કાઠિયાવાડના કપાસની આવક 175 થી 180 ગાડીની હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1150 થી 1245 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1145 થી 1225 બોલાતા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મંગળવારે આવક ઘટીને 65 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1070 થી 1150 અને ઊંચામાં રૂ.1250 થી 1325 બોલાયા હતા.

આજના બજાર ભાવની વાત કરીએ તો 11 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300 અથવા 1300+ બોલાયો છે. જેમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં 1356 રહ્યો છે.

હવે જાણી લઈએ આજના (10/03/2021, બુધવારના) કપાસના બજાર ભાવો

રાજકોટ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1290

અમરેલી :- નીચો ભાવ 781 ઉંચો ભાવ 1336

સાવરકુંડલા :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1326

જસદણ :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1290

બોટાદ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1356

મહુવા :- નીચો ભાવ  978 ઉંચો ભાવ 1235

ગોંડલ :- નીચો ભાવ  1001 ઉંચો ભાવ 1271

જામજોધપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1270

ભાવનગર :- નીચો ભાવ 1076 ઉંચો ભાવ 1258

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1246

બાબરા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1336

જેતપુર :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1351

વાંકાનેર :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1251

મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1292

હળવદ :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1266

‌વિસાવદર :- નીચો ભાવ  961 ઉંચો ભાવ 1239

તળાજા :- નીચો ભાવ 1053 ઉંચો ભાવ 1268

ઉપલેટા :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1265

માણાવદર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1290

‌વિછીયા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1310

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250

લાલપુર :- નીચો ભાવ 1010 ઉંચો ભાવ 1275

ધ્રોલ :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1216

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1230

હારીજ :- નીચો ભાવ 1091 ઉંચો ભાવ 1215

ધનસૂરા :- નીચો ભાવ 1090 ઉંચો ભાવ 1211

‌વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1300

‌વિજાપુર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1298

કુકરવાડા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1295

‌હિંમતનગર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1262

માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1288

કડી :- નીચો ભાવ 1041 ઉંચો ભાવ 1281

પાટણ :- નીચો ભાવ  960 ઉંચો ભાવ 1290

થરા :- નીચો ભાવ 1205 ઉંચો ભાવ 1307

સિધ્ધપુર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1295

ગઢડા :- નીચો ભાવ 1155 ઉંચો ભાવ 1330

ઢસા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1218

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1100

ધંધુકા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1314

ચાણસ્મા :- નીચો ભાવ 1076 ઉંચો ભાવ 1086

ઉનાવા :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1318

ઇકબાલગઢ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1236

સતલાસણા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1171

જ્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે કપાસના ભાવ વધી રહ્યા છે. જેથી ખેડૂતોને ઓછો ફાયદો નીવડશે અને બીજી બાજુ સંગ્રહ ખોરી વેપારી સંગઠનો આમનો લાભ ઉઠાવશે.