khissu

કપાસના ભાવમાં તેજીની ઉડાઉડ, કપાસનો ઉંચો ભાવ 2100+ બોલાયો, જાણો ભાવ અને શું છે માર્કેટિંગ યાર્ડમાં કપાસનું ચિત્ર?

 કપાસના ભાવમાં તેજીની ઉડાઉડ હજુ અટકી નથી. મંગળવારે સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસમાં મણે રૂા.૪૦ થી ૫૦ અને મિડિયમ-હલકા કપાસમાં મણે રૂા.૨૦ થી ૨૫ સુધર્યા હતા જ્યારે કડીમાં દેશાવરના કપાસના ભાવમાં મણે રૂા.૨૫ થી ૩૦ની તેજી જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ રૂા.૨૦૦૦ને વળોટી ગયા બાદ ખેડૂતોની વેચવાલી વધી છે અને કેટલાંક જીનર્સો હજુ ઢગલાબંધ કપાસ ખેતરમાં પડયો હોવાનો પ્રચાર કરી રહ્યા છે પણ વાસ્તવમાં કપાસના પાકનું ચિત્ર ખુલ્લું પડી ગયું એટલે તો કપાસના આટલા ઊંચા ભાવ થયા છે. કપાસના ભાવ રૂા.૨૦૦૦ની સપાટીને વટી ગયા બાદ ખેતરમાં જે કપાસ ઉભો છે તેની પાછળ ખેડૂતોએ ખર્ચો કરવાનુ વધાર્યુ છે પણ એક વાત પાકી છે કે અત્યાર સુધી કપાસની આવક જેટલી થઇ તેટલી હવે થવાની નથી. સૌરાષ્ટ્રમાં લોકલ બેસ્ટ કપાસના જીનપહોંચ રૂા.૨૦૫૦ થી ૨૦૬૦ અને મિડિયમ કપાસના રૂા.૧૯૫૦ થી ૧૯૮૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના બેસ્ટ
કપાસના ઊંચામાં રૂા.૧૯૫૦ બોલાતા હતા. 

ગામડે બેઠા હવે ખેડૂતોને સારો કપાસ રૂા.૨૦૦૦ની નીચે વેચવો નથી. કડીમાં બધુ મળીને ૩૦૦ ગાડી કરતાં ઓછી આવક હતી, મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૦૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૧૯૮૦ બોલાતા હતા.

કપાસના ભાવો:

હવે જાણી લઈએ 04 જાન્યુઆરી 2022 ને મંગળવારના ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1620

2043

અમરેલી 

1130

2041

ધ્રોલ 

1600

1926

જેતપુર

1241

2251

બોટાદ 

1250

2057

જામજોધપુર 

1550

1990

બાબરા 

1670

2085

જામનગર 

1500

2015

વાંકાનેર 

1100

2012

મોરબી 

1400

2000

હળવદ 

1601

1962

જુનાગઢ 

1500

1975

ભેસાણ 

1550

2062

વિછીયા 

1550

2010

લાલપુર 

1756

2151

ધનસુરા 

1550

1940

વિજાપુર  

1250

2051

ગોજારીયા 

1000

1978

હિંમતનગર 

1720

2030

કડી 

1400

2002

થરા 

1810

1970

સતલાસણા 

1695

2001

વિસનગર 

1100

2061

બગસરા 

1400

2151 

ઉનાવા 

1300

2032

ભીલડી 

1800

1801

ઇકબાલગઢ 

1600

1891