khissu

છેલ્લા 8 દિવસથી કપાસના ભાવમાં તેજી, કપાસનો ભાવ 1800 રૂપિયાને પાર... જાણો સર્વે તેમજ બજાર ભાવ...

કપાસનું વાવેતર કરનારા ખેડુતોને ચાલુ વર્ષે પાકના સૌથી ઉંચા ભાવ મળી રહ્યા છે જેને લઈ ખેડુતો હરખાઈ રહ્યા છે. અન્ય રાજયોમાં વરસાદ બાદ કપાસનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ચાલુ વર્ષે રાજયમાં સૌથી વધારે 70 થી 75 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. અન્ય રાજયોમાંથી અત્યારે ગુજરાતમાં માત્ર 3 લાખ ગાંસડી કપાસ આવ્યો છે જે દર વર્ષેની સરખામણીએ નહીવત છે.

ચાલુ વર્ષે રાજયમાં સૌથી વધારે 70 થી 75 લાખ ગાંસડી કપાસ થવાનો અંદાજ છે અને ખેડુતોએ અત્યાર સુધી 9 લાખ ગાંસડી કપાસ વેચ્યો છે અને રાજયમાં અત્યાર સુધી કુલ 12 લાખ ગાંસડી કપાસ આવ્યો છે કપાસનું વાવેતર કરનારા ખેડુતો જણાવી રહ્યા છે કે, ચાલુ વર્ષે ઉંચા ભાવ તો મળી રહ્યા છે પણ સામે ઉત્પાદનમાં પણ ફટકો પડી રહ્યો છે. અગાઉ વીઘામાંથી 30 થી ૩૫ મણ કપાસ ઉતરતો હતો તે ચાલુ વર્ષે 20 થી 25 મણ કપાસ ઉતરી રહ્યો છે. પાછોતરા વરસાદના કારણે નુકશાન થયું છે તો સુકારાના રોગે પણ મોટું નુકશાન પહોંચાડયું છે.

કપાસના ભાવ રાજ્યમાં ઊંચા સ્તરે હાલ જઈ રહ્યા છે.ત્યારે કપાસ નિષ્ણાંતનો મત છે કે ખેડૂતો ઊંચા ભાવનો લાભ ઝડપથી લઈ લે હાલમાં સારાં કપાસનો ભાવ 1300-1700 રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યો છે.

કપાસના વધતા ભાવ હાલ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કપાસના ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તેની માંગમાં વધારો અને પુરવઠો મર્યાદિત હોવાના કારણે ભવિષ્યમાં કપાસના ભાવ સ્થિર રહેવાની ધારણા સેવાઇ રહી છે.

છેલ્લા આઠ દિવસથી કપાસના ભાવમાં તેજી જોવા મળી છે ત્યારે બે મહિના પહેલા કપાસ જે 5200 પ્રતિ ક્વિન્ટલ હતો તે આજે વધીને 9 હજાર સુધી પહોંચી ગયો છે.

કપાસના ભાવો

ગુજરાતની 8  માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1740 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં લાલપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1801 રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ આજનાં 13 નવેમ્બર 2021 ને શનિવાર નાં ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1550

1740

જસદણ 

1110

1725

બોટાદ 

1050

1740

જામજોધપુર 

1550

1741

ભાવનગર 

1000

1736

જામનગર

1300

1740

બાબરા 

1350

1771

મોરબી 

1000

1728

હળવદ 

1300

1706

વિસાવદર 

1380

1700

તળાજા 

1200

1761

ઉપલેટા 

1000

1755

લાલપુર 

1255

1801

હિંમતનગર

1501

1675

ધ્રોલ 

1300

1735

હારીજ 

1580

1707

ધનસુરા 

1550

1670

વિસનગર 

1000

1711

વિજાપુર 

1150

1723

માણસા 

1100

1725

કડી 

1400

1713

થરા

1525

1685

બેચરાજી 

1525

1700

ચાણસ્મા 

1470

1685

ઉનાવા 

1001

1726

શિહોરી 

1430

1635

 સતલાસણા 

1600

1636

આંબલીયાસણ

1252

1702