khissu

કપાસની આવક તળિયે જતાં તેજીનો દોર યથાવત્, આજે ઊંચો ભાવ 1351 રૂપિયા, જાણો તમારા જિલ્લાનો ભાવ?

- હાલ ગુજરાતનાં ખેડૂતો પાસે કપાસની આવક તળિયે છે ત્યારે બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. આ વર્ષે કપાસમાં ગુલાબી ઈયળ અને કમોસમી વરસાદને કારણે ઉત્પાદન પણ ઘટયું અને કપાસ આવક પણ ઘટી છે જ્યારે તેની સામે ભાવ વધારો થયો છે, આગળ હજી પણ ભાવ વધારો થાય તેવી સંભાવના કૃષિ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

- દેશમાં કપાસની આવક છેલ્લાં અઠવાડિયે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે 94 થી 96 હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરી એ આવક હવે ઘટીને 23 લાખ મણ જ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઇ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં. કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા એ (CAI) ભારતમાં 86 કરોડ મણ કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો તેમાંથી અત્યાર સુધીમાં 66 કરોડ મણ કપાસની આવક થઇ ચૂકી છે, હવે મક્કમ ખેડૂતો અને ટ્રેડર્સના હાથમાં બાકીનો કપાસ આવી ગયો હોઇ જેથી હવે આવક વધવાની કોઇ ધારણા નથી. આજે ઉત્તર ગુજરાતમાં કપાસના ભાવ મણના રૂ. 1180 થી 1225 સુધી બોલાયા હતા. જ્યારે મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારો કપાસ રૂ.1200 થી નીચે મળતો નથી. 

- સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મંગળવારે કપાસ ની આવક ઘટીને 90 હજાર મણની હતી જ્યારે કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1060 અને ઊંચામાં રૂ.1220 થી 1235 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.10 સુધર્યા છે. પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ માં રૂ.૫ સુધર્યા છે. 

- સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસના ભાવ રૂ.1210 થી 1215 હતા.

- આજે ગુજરાતની 30+ માર્કેટિંગ યાર્ડ માંથી 25 માર્કેટિંગ યાર્ડમાં 1200+ કપાસ ભાવ જોવા મળ્યાં હતાં, જેમાંની ગઢડા માર્કેટ યાર્ડમાં આજે કપાસ નો ઉચો ભાવ 1351 જોવા મળ્યો છે.

હવે જાણી લઈએ આજનાં (૧૭/૦૨/૨૦૨૧, બુધવાર નાં) ભાવો 

રાજકોટ :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1245

અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1253

સાવરકુંડલા:- નીચો ભાવ 962 ઉંચો ભાવ 1231

જસદણ :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1225

બોટાદ :- નીચો ભાવ1041 ઉંચો ભાવ 1313

મહુવા:- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1165

ગોંડલ :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1211

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1243

જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1230

જામનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1211

બાબરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1280

જેતપુર :- નીચો ભાવ 1015 ઉંચો ભાવ 1258

વાંકાનેર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1245

મોરબી :- નીચો ભાવ 1055 ઉંચો ભાવ 1251

‌વિસાવદર :- નીચો ભાવ 974 ઉંચો ભાવ 1162

તળાજા :- નીચો ભાવ 981 ઉંચો ભાવ 1212

ઉપલેટા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1215

માણાવદર :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1240

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1236

લાલપુર :- નીચો ભાવ 1058 ઉંચો ભાવ 1221

ખંભાળિયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1130

ધ્રોલ :- નીચો ભાવ 972 ઉંચો ભાવ 1211

‌હિંમતનગર :- નીચો ભાવ 1106 ઉંચો ભાવ 1271

કડી :- નીચો ભાવ1021 ઉંચો ભાવ 1316

તલોદ :- નીચો ભાવ 1111 ઉંચો ભાવ 1230

‌ટિંટોઇ :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1130

ગઢડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1351

ઢસા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1224

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 950

ધંધુકા :- નીચો ભાવ 1235 ઉંચો ભાવ 1100

વીરમગામ :- નીચો ભાવ 1014 ઉંચો ભાવ 1101

જાદર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1165

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1041 ઉંચો ભાવ 1101