khissu

CoWin એપમાં આવ્યા મોટા ફેરફાર, હવે આટલા લોકો એક નંબરથી કરી શકશે રજિસ્ટ્રેશન

હાલમાં, કોરોનાના વધી રહેલા કેસો ત્રીજી લહેરને નોતરી શકે છે. તેથી જ આ વધતા સંક્રમણને અટકાવવા રસીકરણ એકમાત્ર ઉપાય છે. ભારત સરકાર પણ દિવસે ને દિવસે વધી રહેલા આ વાયરસને ફેલાતો રોકવા તમામ જરૂરી પગલાં લઇ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સીન માટે CoWin નામનું એપ બનાવ્યું છે. આ એપ પર તમે જાતે જ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જો રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમને રસીકરણની વહેલી તક મળશે.    

કોવિડ-19 રસીકરણ માટે બનાવેલા CoWin એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ પર મોબાઇલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. તેમાં એક મોબાઇલ નંબર દ્વારા 4 લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે એટલે કે જેઓ પાસે સ્માર્ટફોન ન હોય તેઓ પણ આ સુવિધાથી વંચિત રહી શકશે નહિ.  

CoWin એપ હવે અપડેટ થયું છે. તેમાં એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે. સુવિધા કંઇક એ રીતની છે કે પહેલા આ એપ દ્વારા માત્ર 4 લોકો જ એક મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા, પરંતુ હવે અપડેટેડ થયેલ વર્ઝન દ્વારા તેમાં એક મોબાઈલ નંબરથી 6 લોકોને રજીસ્ટ્રેશન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી સુવિધા ઘણી ઉપયોગી સાબિત થશે. કારણ કે આ સુવિધા પહેલા તમે માત્ર 4 લોકોનું જ રજિસ્ટ્રેશન કરી શકતા હતા તેનાથી એક પણ વધારે સભ્ય ઉમેરવાની પરવાનગી આપવામાં આવતી ન હતી, પરંતુ હવે આ અપડેટ પછી તમે વધુ બે સભ્યો ઉમેરી શકો છો.

CoWin એપ કે જે સેલ્ફ-રજિસ્ટ્રેશન પોર્ટલ છે તેમાં વધુ એક ફેરફાર એ પણ થયો કે એપ વપરાશકર્તાઓ પોતાની રસીકરણ સ્થિતિ તેની રીતે પસંદ કરી શકે છે. રસીકરણની સ્થિતિ જેવી કે એક ડોઝ લીધો હોય, બે ડોઝ લીધા હોય અથવા એક પણ ડોઝ ન લીધો હોય વગેરેમાંથી વપરાશકર્તાઓ કોઇ પણ સ્થિતિ પસંદ કરી દર્શાવી શકે છે. દા.ત., તેઓ આંશિક રીતે અપાયેલી રસીમાંથી રસી વગરની સ્થિતિમાં પણ બદલી શકે છે અથવા તો વપરાશકર્તાઓ તેમની રસીકરણ સ્થિતિ રદ પણ કરી શકે છે.

આ સુવિધા એટલા માટે આપવામાં આવી હતી કે રસીકરણના ડેટા એન્ટ્રીમાં રસીકરણ કરનાર દ્વારા કોઈ કેસમાં રહેલી ખામી સુધારી શકાય. તે માટે ઑનલાઇન વિનંતી સબમિટ કર્યા પછી, ફેરફાર થવામાં 3 થી 7 દિવસનો સમય લાગી શકે છે. આ માટે, તમે Raise an Issu વિકલ્પ વડે ઓનલાઈન વિનંતી કરી શકો છો.વિનંતી સબમિટ કર્યા પછી, જ્યારે તમારી રસીકરણની સ્થિતિ બદલાશે, ત્યારે તમે રસીની બાકીની માત્રા લઈ શકો છો. આ માટે, તમારે નજીકના રસીકરણ માટે ઑનલાઇન સ્લોટ બુક કરવો પડશે અથવા સ્થળ પર ઉપલબ્ધ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવી પડશે.