Top Stories
khissu

ખેડૂતો માટે હાલ ચાલુ ત્રણ યોજના: રૂ.૩૦૦૦૦ સહાય, ભાડે જમીન, કંંટાળી તાર સહાય...

નમસ્કાર ખેડૂત મિત્રો,
હાલ રાજ્યમાં સરકારની ત્રણ યોજનાઓ શરૂ છે. જે આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે. જેમાં, (૧) કંટાળી તાર યોજના (તાર ફેંસિંગ યોજના), (૨) કિસાન પરિવહન યોજના (૩) સરકાર આપે છે ભાડે જમીન.

(૧) કંટાળી વાડ (તાર ફેન્સીંગ) યોજના 

વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાક ને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કંંટાળી તારની વાડ બનાવવા ખેડૂતોને નાણાકીય સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.

આ યોજના પહેલા પણ ચાલુ હતી પરંતુ હવેથી તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. દરેક ખેડૂત લાભાર્થી આ યોજના નો લાભ લઇ શકે તે માટે ગુજરાત સરકારે ૨૦૦ કરોડ રૂપિયા ની જાહેરાત કરી છે. 

આ યોજનાનો લાભ કોને કોને મળશે ?

ઓછામાં ઓછાં ૫ હેકટર સુધીની જમીનમાં લાભ મળી શકે છે. પ્રતિ મીટર દીઠ રૂપિયા ૨૦૦ સહાય મળશે અથવા તો  જે ખર્ચ થાય તેમાંથી ૫૦% બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.

જરૂરી દસ્તાવેજો ની યાદી:

(૧) દરેક ખેડૂતો ની ૭/૧૨ ૮ અ ની નકલ.
(૨) દરેક ખેડૂતની આધાર કાર્ડ ની નકલ.
(૩) બેંક પાસબુક ની નકલ.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૮/૦૨/૨૦૨૧

વધુ માહિતી માટે તમે હેલ્પ લાઈન નંબર પર ફોન પણ કરી શકો છો.:- ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧

(૨) કિસાન પરિવહન યોજના:

આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમલી ખેતીવાડી શાખાની કીસાન પરિવહન યોજના કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે “મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન" ની ખરીદી ઉપર સહાય મેળવવાની યોજનાની આઇ - ખેડુત પોર્ટલ પર અરજીઓ શરૂ છે.

લાભ કોને કોને મળશે?

સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા ૫૦,૦૦૦ રૂપિયા બે માંથી જે ઓછું હોય તે મળવા રહેશે.

નાના, સીમાંત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાં ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા તો ૭૫,૦૦૦ બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે.

ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા..

(૧) ૭/૧૨.
(૨) ૮-અ.
(૩) રેશન કાર્ડ.
(૪) આધાર કાર્ડ. 
(૫) મોબઈલ નંબર.
(૬) બેંક ની પાસબુક.
(૭) જાતિ નો દાખલો (અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે) 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૨૮/૦૨/૨૦૨૧

વધુ માહિતી માટે તમે હેલ્પ લાઈન નંબર પર ફોન પણ કરી શકો છો.: ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧

(૩) ભાડે જમીન યોજના 

આધુનિક ટેકનોલોજીના માધ્યમથી બીન ઉપજાઉ જમીન પર ખેતી કરવા માટે સરકાર જમીન ભાડે આપે છે. સરકારી પડતર જમીનમાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે સરકાર ભાડા પેટે જમીન આપે છે. જેના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પર શરૂ થઈ ગયા છે.

૩૦ વર્ષની મુદ્દત માટે સરકારી પડતર જમીનો બાગાયતી - ઔષધીય ખેતી માટે લીઝ પર આપશે. જમીન માટે પ્રથમ પાંચ વર્ષ માટે કોઈ ભાડું નહિ લેવાય.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૨૮/૦૨/૨૦૨૧

વધુ માહિતી માટે તમે હેલ્પ લાઈન નંબર પર ફોન પણ કરી શકો છો. :- ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે શેર કરો.