khissu

દિવાળીની ભેટ! સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં થશે મોટો વધારો, આવતીકાલે બધા નાચવા લાગશે

Central Eemployee: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે. આવતીકાલે એટલે કે બુધવારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે. CNBC આવાઝના એક્સક્લુઝિવ સમાચાર મુજબ, સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી શકે છે અને આવતીકાલે યોજાનારી બેઠકમાં આ અંગે નિર્ણય સંભવ છે.

વાસ્તવમાં કેબિનેટ અને કેબિનેટ કમિટિ ઓન ઈકોનોમિક અફેર્સની બેઠક આવતીકાલે એટલે કે 18મી ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. CNBC આવાઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બેઠકમાં સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કરવાના નિર્ણયને મંજૂરી આપી શકે છે. હાલમાં ડીએ 42 ટકા છે જે વધીને 46 ટકા થઈ શકે છે.

આ પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના પ્રસ્તાવને નાણા મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. હવે કેન્દ્રીય કેબિનેટ આના પર અંતિમ મંજૂરી આપશે. સૂત્રોનું માનીએ તો કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળી શકે છે.

ગયા વર્ષે, કેન્દ્રીય કેબિનેટે 28 સપ્ટેમ્બરના રોજ ડીએ દરમાં 4 ટકા વધારાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયથી લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત મળશે.