khissu

23 તારીખથી શાળા - કોલેજ ખોલવાનો નિર્ણય મોકૂફ

  • શિક્ષણ વિભાગની નવી જાહેરા
  • 23 નવેમ્બરથી નહીં ખુલે શાળા-કૉલેજ
  • શાળા ખોલવાનો નિર્ણય મોકૂફ 

કોરોના મહામારી ને કારને છેલ્લાં કેટલાક મહિનાથી બંધ પડેલી શાળા- કોલેજો દિવાળી વેકેશન બાદ 23 નવેમ્બરથી ખોલવા માટે સરકાર પ્લાનિંગ કરી રહી હતી અને Official ગાઇડલાઇન પણ બહાર પાડી દેવામાં આવી હતી પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોના નાં કેસમાં વધારો થતાં શાળા ખોલવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે, એટલે 23 તારીખથી શાળા અને કોલેજ નહીં ખુલે.

શિક્ષણ મંત્રી નાં જણાવ્યા અનુસાર 23 નવેમ્બરથી શાળા ખોલવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે.

મોકૂફ માટે જવાબદાર કોરોના

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1340 કેસ નોંધાયા છે અને ગુજરાતમાં ટોટલ આંકડો 1 લાખ 92 હજાર સુધી પહોંચી ગયો છે જેમાંથી 1 લાખ 76 હજાર લોકો સાજા થયા છે, અને 3830 લોકો મોત થયા છે, અને હાલ 12677 લોકો સારવાર પર છે, અને છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મોત પણ થયા છે.

આ આંકડો દિવાળી પહેલા 800-850 સુધી હતો અને રિકવરી રેટ પણ સારો હતો પરંતુ તહેવારો બાદ કેસમાં વધારો થયો છે.

જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી રાત્રિનાં 9 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહશે.

અમદાબાદ શહેરમાં શનિવાર અને રવિવારે એટલે 60 કલાક સંપૂર્ણ કર્ફ્યુ રહશે. કોરોના વધતાં કેસો ને કારણે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાબાદ માં દૂધ અને મેડિકલ દવા સિવાઈ બધું બંધ રહશે, કર્ફ્યુ સમયમાં.