khissu

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પ્રધાનમંત્રી મોદી પાસે માંગી માફી: જાણો કઈ ઘટનાને લઈને કેજરીવાલે માંગી માફી?

દેશમાં વધી રહેલા કોરોના વાયરસ ના સંક્રમણ ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં મુકાયા છે અને સતત બેઠકો કરી રહ્યા છે. કોરોના મહામારી ની પરિસ્થિત અને ઓકિસજન ની ઘટને લઈને પ્રધાનમંત્રી એ શુક્રવારે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક કરી રહ્યા છે. તે દરમિયાન પીએમ મોદી દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થી નાખુશ થયા હતા.

પ્રધાનમંત્રી એ શરૂ બેઠકમાં અરવિંદ કેજરીવાલ માટે કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે કેજરીવાલ ને કહ્યું કે તમે મહત્વ પૂર્ણ પ્રોટોકોલ નુ ઉલ્લંઘન કર્યું છે. આવી મહત્વની વાતો ને તમે લાઈવ ટેલિકાસ્ટ ન કરી શકો. પીએમ ની નારાજગી બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાથ જોડીને માફી માંગી.

પીએમ ની કંઈ વાત પર અરવિંદ કેજરીવાલે હાથ જોડયા ?
પીએમ મોદીની શુક્રવારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નો બોલવાનો સમય આવ્યો ત્યારે તેને આ બેઠકનું ટેલિકાસ્ટ લાઈવ કરી નાખ્યું. તે સમયે પીએમ મોદીને આ વાતની ખબર પડી ગઈ.

કેજરીવાલ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી તેને ટોકતા કહ્યું કે આ અમારી જે પરંપરા છે, અમારો જે પ્રોટોકોલ છે તેનું ઉલ્લંઘન થયું છે. જે મીટીંગ ચાલી રહી હોય તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવું એ યોગ્ય નથી. આપણે હંમેશા નિયમોનું પાલન કરવું જોઈએ.

તે દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માન્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે અને કેજરીવાલે કહ્યું કે "ઠીક છે સર આગળ જતાં ધ્યાન રાખીશું. જો મારાથી કોઈ કઠોર શબ્દો બોલાઈ ગયા હોય અથવા મારા વ્યવહારમાં કોઈ ભૂલ જણાતી હોય તો હું માફી માંગુ છું."

કેજરીવાલે પીએમ મોદી ની માફી માંગી એટલે કે અરવિંદ કેજરીવાલ ગુપ્ત રીતે લાઈવ કરી રહ્યા હતાં. તેમને લાગ્યું કે પ્રધાનમંત્રી ને આની ખબર નથી. પરંતુ પીએમ મોદીને તરત જ તેના સમાચાર મળી ગયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેજરીવાલના આ વર્તનથી ખૂબ નારાજ થયા હતા અને તેમણે કેજરીવાલને બોલતી વખતે અટકાવ્યા અને ધીરજ રાખવા કહ્યું. બાદમાં કેજરીવાલે વડા પ્રધાન પાસે હાથ જોડીને માફી માંગી.