khissu

શું તમે જાણો છો કે તમને ગેસ સબસિડી મળે છે કે નહીં, તો ઘરે બેઠાં જાતે જ ચકાસો કે ગેસ સબસીડી મળે છે કે નહીં

સમગ્ર દેશ હવે ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરે છે. હાલમાં સરકારે LPG ના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો છે જે બાદ હવે સિલિન્ડર ની કિંમત રૂ.૬૯૪ થી વધીને રૂ.૭૧૯ કરી દેવામાં આવ્યા.

જુલાઈ ૨૦૨૦માં ઘરેલું ગેસની કિંમત ૫૯૪ રૂપિયા હતી ત્યારબાદ પાંચ મહિના સુધી તેના ભાવમાં કોઈ વધારો થયો નહોતો. પરંતુ ડિસેમ્બર મહિનામાં તેના ભાવ વધારવામાં આવ્યા અને ૫૯૪ થી ૬૪૪ રૂપિયા કરી દેવામા આવ્યા. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કરાઈ.

આમ ડિસેમ્બર મહિનામાં બે વખત વધારો કરવામાં આવ્યો. હવે ફરીથી LPG ની કિંમતમાં વધારો થયો છે.હાલ ફરી LPG ગેસ સિલિન્ડરમાં ૨૫ રૂપિયાનો વધારો થયા બાદ દિલ્હીમાં LPG ગેસનો ભાવ ૭૧૯ રૂપિયા થઈ ગયો છે.

જોકે, સરકારે સામાન્ય માણસને ખિસ્સા પર ગેસ સિલિન્ડરના વધતા ભાવનો બોજ ના પડે તે માટે LPG સબસિડી પણ ઉપલબ્ધ કરાવે છે જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે. સરકાર દ્વારા દર વર્ષે એક કુટુંબ દીઠ ૧૨ ગેસ સિલિન્ડર ખરીદવા સુધી સબસિડી આપે છે. તેનાથી વધારે સિલિન્ડર ખરીદવા પર સબસિડી મળશે નહીં.

તો મિત્રો, ગેસ સિલિન્ડર ખરીદવા પર તમને સબસિડી મળે છે કે નહીં તે તમે જાતે જ ચેક કરી શકો છો. તો જાણો કેવી રીતે તમે ઘરે બેઠા ચેક કરી શકશો કે સબસિડીની રકમ તમારા ખાતામાં જમા થઈ કે નહીં.

ગેસ સબસિડીનું ઓનલાઈન સ્ટેટ્સ જાતે જ ચેક કરો :

૧)  સૌપ્રથમ તમારા સર્ચ બારમાં mylpg.in લિંક ટાઈપ કરી ખોલો.

૨) હવે જે પેજ ખુલે તેમાં તમારા ગેસ સિલિન્ડરની કંપનીને સિલેક્ટ કરી દો. ( Bharat gas/ HP gas/ Indane gas)

૩) હવે એક પેજ ખુલશે તેમાં તમારે ૧૭ આંકડાનું LPG ID નાંખવાનો રહેશે જો તમને તમારો LPG ID નથી ખબર તો Find your LPG ID પર ક્લિક કરો.

૪) હવે એક પેજ ખુલશે જેમાં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, LPG યુઝર આઈડી, રાજ્યનું નામ અમે વિતરકની જાણકારી આપી નીચે રહેલો captcha કોડ નાખી પ્રોસેસ કરવાની રહેશે.

૫) હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારો ૧૭ આકડાંનો LPG ID નંબર જોવા મળશે સાથે એક પૉપ-અપ ખુલશે જેમાં ખાતાની બધી જ માહિતી જોવા મળશે. જેમાં તમારો બેંક detail, આધારકાર્ડ નંબર અને આ ઉપરાંત સબસીડી તમારા ખાતામાં આવે છે કે નહીં તે પણ જોવા મળશે.

જોકે તમને એ પણ જણાવી દઈએ કે ૨ ફેબ્રુઆરીના રોજ આપણા દેશનું સામાન્ય બજેટ રજુ કર્યું તેમાં પેટ્રોલિયમ સબસિડીને ઘટાડી દીધી છે જે હવે ઘટાડીને ૧૨,૯૯૫ કરોડ રૂપિયા કરી દીધી છે. જેની સામાન્ય માણસ પર અસર પડશે.

મિત્રો, આવી જ લોક ઉપયોગી અને મહત્વની માહિતી જાણતાં રહેવા અમારી khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.