khissu

શું તમારી પાસે ડેબિટ/ક્રેડિટ કાર્ડ નથી? તો પણ સરળ હપ્તા થી સામાનની ખરીદી કરી શકશો, આ બેંક આપી રહી છે EMI સુવિધા

ICICI બેંકે  ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન ખરીદી માટે ઇન્સ્ટન્ટ કાર્ડલેસ EMI સુવિધા શરૂ કરી છે. આ સુવિધાથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો મોંઘા પ્રોડક્ટ્સ સસ્તા અને સરળ રીતે મેળવી શકશે. કારણ કે મોબાઈલ ફોન ની મદદથી હપ્તા (EMI) દ્વારા પોતાનાં સામાનની ખરીદી કરી શકશે. આઇસઆઇસીઆઇ નાં ગ્રાહકો વેબસાઈટ અથવા એપ્લિકેશનથી મોબાઈલ નંબર, પાન કાર્ડ, ઓટીપી દાખલ કરીને 5 લાખ રૂપિયા સુધીની ખરીદી હપ્તમાં પરિવર્તિત (રૂપાંતર)  કરી શકશે. આ સુવિધાનો લાભ ઇલેક્ટ્રોનિક્સ, ઘરેલુ ઉપકરણો, લેપટોપ, મોબાઈલ ફોન, વગેરે વસ્તુઓ પર મેળવી શકાશે.

ઓનલાઇન શોપિંગ માટે કાર્ડલેસ સુવિધા આપનાર પ્રથમ બેંક આઈસીઆઈઆઈસી છે. બેંકે ફ્લેક્સમની અને શોપ સહિત 2500 બ્રાન્ડ પર આ સુવિધા લાગુ કરી છે. જેમાં મેઈન બ્રાન્ડ બાટા, બજાજ ઇલેક્ટ્રોનિક્સ, ફ્લિપકાર્ટ, લેનોવો, મૈંત્ર, નોકિયા, પેનાસોનિક, ટાટા ક્લિક, વેદાંતું, વગેરે બ્રાન્ડ નો સમાવેશ કર્યો છે. ભવિષ્યમાં આ સુવિધા બીજી બ્રાન્ડમાં પણ ઉમેરાશે.

કાર્ડલેસ ઈએમઆઈ સુવિધાના ફાયદા :- 
(1) ડિજિટલ અને ઇન્સ્ટન્ટ પ્રક્રિયા - આઇસઆઇસીઆઇ બેંકના ગ્રાહકો સંપૂર્ણ રીતે ડિજિટલ, ઇન્સ્ટન્ટ અને સલામતીથી EMI સુવિધાનો લાભ લઈ શકશે.
(2) ગ્રાહક 3,6,9 અને 12 મહિનામાં પોતાનું EMI ચૂકવી શકશે.
(3) આઈસીઆઈસીઆઈ બેંક સિવાય ભારતની કોઈપણ બેંક આ સુવિધા આપતી નથી.
(4) ગ્રાહક 7 હજાર થી લઈને 5 લાખ રૂપિયા સુધીનો સામાન EMI હપ્તા સિસ્ટમથી લઇ શકશે.
(5) આ સુવિધાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણ, લેપટોપ, વગેરે 2500 જેટલી બ્રાન્ડ માંથી ખરીદી કરી શકશે.

આઇસઆઇસીઆઇ બેંકની કાર્ડલેસ EMI સુવિધા કંઈ રીતે મળશે :-
(1) ICICI બેંકે 2500 ઇ કોમર્સ બ્રાન્ડ પસંદ કરી છે. જે વેબસાઈટ અથવા એપ પર લોગીન કરવાનું રહેશે.
(2) જેમાં સેવાઓ પસંદ કરો, રકમ ચૂકવવા માટે કાર્ડ લેસ EMI ઓપ્શન પસંદ કરો.
(3) રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો, પાન કાર્ડ, ઓટીપી દાખલ કરો.
(4) જેથી તમારા વ્યવહાર ને તરત જ મંજુરી મળી જશે.

આઇસઆઇસીઆઇ બેંકના ગ્રાહકો 5676766 પર 'કાર્ડ લેસ" લખીને EMI ની જાણકારી મેળવી શકશે. અથવા તો આઇ મોબાઈલ એપ પર ઑફર જાણી શકશે.
ICICI ની કાર્ડલેસ EMI સુવિધા વિશે વધુ જાણવા નીચેની વેબસાઈટ પર જાણી શકો છો. https://www.icicibank.com/Personal-Banking/loans/cardless-emi/how-it-works-online.page?#