khissu

શું રાશન ડીલર પૂરતું અનાજ નથી આપતા? તો તેની કઈ જગ્યાએ ફરીયાદ કરવી? જાણો અલગ-અલગ વિસ્તારનાં હેલ્પલાઈન નંબર

રાશન કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જેનાથી તમને સસ્તા ભાવમાં અનાજ મળતું હોય છે. ઘણી વાર આપણા ધ્યાને આવ્યું હશે કે રાશન ડીલર અનાજ આપવાની આનાકાની કરતો હોય અથવા હાથે કરીને ઓછું અનાજ આપતો હોય છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો ગભરાવાની જરૂર નથી. સરકાર તરફથી રાજ્ય દીઠ હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે. જો તમને ઓછું અનાજ મળે છે તો તમે હેલ્પલાઇન નંબર નો સંપર્ક કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

સરકારે ભ્રષ્ટાચાર રોકવા અને ખાદ્ય અન્ન વિતરણ અંગે ખાતરી કરવા માટે ફરિયાદ નિવારણ માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે. જેથી ગરીબ લોકો સુધી રેશન કાર્ડમાં મળતી સહાય યોગ્ય રીતે મળી શકે, પણ જો કોઈ રાશન કાર્ડ ધારકોને પોતાનુ અનાજ પૂરતું ન મળે તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ફરિયાદ કરી શકો છો.

આ વેબસાઈટ પર જઈ હેલ્પલાઈન નંબર મેળવી શકો છો. 
તમને જણાવી દઈએ કે રાજ્ય ટોલ ફ્રી નંબર નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ પર જતા તમને નંબર મળી જશે. ઘણી વાર એવું જોવા મળે કે રાશન કાર્ડ માટે ઓનલાઈન એપ્લાઇ કર્યા બાદ પણ ઘણા લોકોને રાશન નથી મળતું. એવી પરિસ્થિતિમાં તમે આ નંબર પર સરળતાથી ફરિયાદ કરી શકો છો.

રાજ્ય દીઠ ફરિયાદ કરવા માટેના હેલ્પલાઇન નીચે મુજબ છે.

 

વિગત

નંબર

આંધ્રપ્રદેશ  

1800-425-2977

અરુણાચલ પ્રદેશ

03602244290

અસમ 

1800-345-3611

બિહાર 

1800-3456-194

ગુજરાત 

1800-233-5500

હરિયાણા 

1800-4250-0333

ઝારખંડ 

1800-345-6598, 1800-212-5512

કર્ણાટક 

1800-425-9339

અંદમાન નિકોબાર ટાપુ

1800-343-3197

ચંદીગઢ 

1800–180–2068

લક્ષદીપ 

1800-425-3186

કશ્મીર 

1800–180–7011

પોંડિચેરી 

1800-425-1082

કેરલ 

1800-425-1550

ત્રિપુરા 

1800-345-3665

મણિપુર 

1800-345-3821

દિલ્લી 

1800-110-841

જમ્મુ 

1800-180-7106

મિઝોરમ 

1800-345-3670

ઉત્તરપ્રદેશ 

1800-180-0150

મેઘાલય 

1800-345-3670

નાગાલેન્ડ 

1800-345-3704, 1800-345-3705

ઓડિશા 

1800-345-6724 / 6760

પંજાબ 

1800-3006-1313

રાજસ્થાન 

1800-180-6127

સિક્કમ 

1800-345-3236

 

 

 

નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવવું :- સૌથી પહેલા રાજ્યની ઑફિસિયલ વેબસાઈટ પર જવું પડશે. રેશન કાર્ડ બનાવવા માટે પુરાવા તરીકે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પાસપોર્ટ આપી શકાય છે. જો એમાંથી એક પણ નથી તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોઈ આઇ ડી કાર્ડ જેવું કે લાઈસન્સ, હેલ્થ કાર્ડ આપી શકાય છે. રેશન કાર્ડની અરજી કરવા માટે પાંચ થી 45 રૂપિયા ફી આપવી પડશે. એપ્લિકેશન વેરીફાઈ થયા બાદ સરકારી અધિકારી ફોર્મમાં આપેલી જાણકારી તપાસે છે. જો બધી માહિતી યોગ્ય હશે તો તમારૂં રેશન કાર્ડ બની જશે.