khissu

આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ઘરે બેઠા જ થઈ જશે આધારકાર્ડના તમામ કામ, લાંબી લાઈનોમાં ઉભું નહીં રહેવું પડે

લોકો પોતાના પરિવારને સાચવવા તનતોડ મહેનત કરી પૈસા કમાતા હોય છે એવામાં અમુક સરકારી કાગળીયાઓ કરાવવા રજા રાખવી પડતી હોય છે અને પગાર ઓછો મળે છે. એવામાં લોકો પોતાના આધારકાર્ડમાં સુધારા વધારા કરવા કે નવું જ આધારકાર્ડ બનાવવા એક દિવસની રજા રાખીને લાંબી લાઈનમાં ઉભા રહેતા હોય છે. ત્યારે એક એપ્લિકેશન કે જે આધાર સાથે જોડાયેલા તમામ કામ આસાની થી ઘરે બેઠાં જ તમે કરી શકશો.

 

આ માટે તમારી પાસે બસ સ્માર્ટ ફોન હોય તો પણ આ એપ્લિકેશન ડોઉનલોડ કરીને ઘરે બેઠા જ તમારા આધારકાર્ડમાં સુધારા વધારા કરી શકશો. આ એપ્લિકેશનનું નામ mAadhaar રાખવામાં આવ્યું છે. જેમાં આધારકાર્ડ ડાઉનલોડ, આધારકાર્ડ ફરીથી છપાવવું, ઓફલાઈન EKYC, QR કોડ શો અથવા સ્કેન કરવું, આધાર વેરિફિકેશન, મેલ/ઈમેઈલ ચકાસણી જેવી ૩૫ સેવાઓનો લાભ લઇ શકો છો.

 

mAadhaar એપ્લિકેશન :

 

સૌપ્રથમ તો mAadhaar એપ્લિકેશન ખોલીને તેમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જોકે યુઝર્સ તેમાં વગર રજીસ્ટ્રેશન પણ એપ વાપરી શકે છે પરંતુ જો તમારે આ બધી સેવાનો લાભ લેવો હોય તો તમારા આધાર નંબરથી એકવાર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

 

એક કરતાં વધુ ભાષાઓમાં ઉપલબ્ધ :

 

આ એપ્લિકેશનમાં એક કરતાં વધુ ભાષાઓ સામેલ છે જેથી કોઈ પણ ભાષાના લોકો તેને વાપરી શકે છે. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, અસમિયા, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, ઓડિશી, તમિલ, તેલુગુ અને મરાઠી એમ કુલ ૧૩ જેટલી ભારતીય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં અંદર ઇનપુટ ફિલ્ડમાં અંગ્રેજી ભાષામાં દાખલ કરેલા ડેટા જ સ્વીકારશે.

 

ક્યાં ક્યાં લાભ મેળવી શકો છો ?

 

આ એપ્લિકેશનમાં તમે આધાર સાથે સંકળાયેલી ઘણી બધી સેવાઓનો લાભ લઇ શકો છો
 જેમાં આધારકાર્ડમાં સરનામું બદલાવવું, આધારકાર્ડ ફરીથી પ્રિન્ટ કરવું, ઓફલાઈન eKYC, અઢાર વેરિફિકેશન, આધારનો QR કોડ સ્કેન કરાવવો, ઈમેઈલ ચકાસણી, આધાર ડાઉનલોડ કરવું અને અડ્રેસ ચકાસણી માટે UID/EID ને વિનંતી કરી શકો છો.

 

માત્ર તમારું જ નહીં બીજાના આધારમાં પણ સુધારા વધારા :

 

આ એપ્લિકેશનની મદદથી જેમ તમે તમારા મોબાઈલ ટેલિકોમ એપ્લિકેશનથી તમારું અને બીજાનું પણ રિચાર્જ કરી શકો છો તેવી જ રીતે માત્ર તમારું આધાર સાથે સંબંધિત સુવિધા નહીં પરંતું બીજા કોઈના પણ આધારમાં પણ સુધારા વધારા વગેરે કરી શકો છો.