khissu

સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો શું છે આજે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ...

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત ફેરફાર આવી રહ્યા છે. આજે એટલે કે સોમવારે (19 ફેબ્રુઆરી) ના રોજ ગોલ્ડ 250 થી 270 રૂપિયા સુધી મોંઘું થયું. દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવ (Gold Rate) વધીને 62,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. તો બીજી તરફ આજે 22 કેરેટ ગોલ્ડનો ભાવ 57,450 રૂપિયા છે.

તમને જણાવી દઇએ કે 28 ડિસેમ્બરના રોજ ગોલ્ડનો ભાવ ઓલટાઇમ હાઇ 64,250 રૂપિયા પર હતો. અહીંથી સોનાના ભાવામાં 1580 રૂપિયા સુધી ઘટાડો થયો છે. એવામાં તમે સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ લેટેસ્ટ પ્રાઇઝ જરૂર જાણી લો.

ચાંદીના ભાવમાં રૂ.500નો ઘટાડો
સોમવારે દિલ્હી અને મુંબઈમાં ચાંદીના ભાવ (Silver Rate) માં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ રૂ.500 ઘટીને રૂ.76,000 થયો હતો. પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ પ્રતિ કિલોગ્રામના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થયો હતો અને ચાંદીનો ભાવ 74,000 રૂપિયા પહોંચ્યો હતો. હાલમાં ચેન્નાઈમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 77,500 રૂપિયા છે. અહીં ચાંદીની કિંમત દેશમાં સૌથી વધુ છે.

આંતર રાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટું અંતર જોવા મળે છે. સોમવારે કોમેક્સ પર સોનું 6.50 ડોલર વધીને 2032.65 પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આ 23.16 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર ટ્રેડ થઇ રહી છે.