ઇ-સરકાર એપ્લિકેશન : હવેથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠાં જ થશે તમામ કામ, જાણો સંપૂર્ણ માહિતી

વડાપ્રધાન નરેન્દ્રમોદીનું ડિજિટલ સપનું સાકાર કરવા અને રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા 31 ઓક્ટોબરથી "ઇ-સરકાર" એપ્લિકેશન શરૂ કરી છે. જેનો સંપૂર્ણપણે અમલ 25 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

ઇ-સરકાર એપ્લિકેશન હેઠળ RTI અરજી કરવી, લોક ફરિયાદ કરવી તથા મુલાકાત માટે સમય મેળવવો જેવી નાગરિકલક્ષી સેવાઓ પણ આવરી લેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશે.

આ એપ્લિકેશનમાં નાગરિકોને તેમની કેટલીક જરૂરી વિગતો આપ્યા બાદ તેમને યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવવામાં આવશે. આરટીઆઇ અંતર્ગત નિયત ફી પણ નાગરિકો ઓનલાઇન ચૂકવણી કરી શકશે. વધુમાં નાગરિકોને આ એપ્લિકેશનના ઉપયોગ માટે જરૂરી ટેક્નિકલ મદદ પણ ચેટબોટના માધ્યમથી આપવામાં આવશે.

આ એપ્લિકેશન 2005થી શરૂ છે ત્યારે તેનું નામ IWDMS રાખવામાં આવ્યું હતું જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે. જીતુભાઈ વાઘણીએ રાજ્યના તમામ નાગરીકોને તથા વહીવટી કચેરીઓના વડાઓને આ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના ઈ-ગવર્નન્સને આગળ ધપાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.