khissu

મફત લાભ/ સરકાર આપી રહી છે આ લોકોને 2 લાખ રૂપિયાનો મફત વીમો, આજે જ રજીસ્ટ્રેશન કરાવો...

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લોકો માટે નવી યોજનાઓ રજૂ કરતી રહે છે. હવે સરકારે અમુક વિભાગો સાથે સંબંધિત પોર્ટલ પણ શરૂ કર્યા છે. હાલમાં, કેન્દ્ર સરકારે પ્રવાસી મજુરો માટે ઇ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે.  આ પોર્ટલ સંબંધિત એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  પ્રવાસી મજૂરોને 2 લાખ રૂપિયાનો મફત વીમો મળશે.  શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રવાસી મજૂરે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને તેમનું ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. જેથી અકસ્માત વીમો અને રોજગાર આધારિત સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળી શકે. કેન્દ્ર સરકારે  26 ઓગસ્ટના રોજ આ નવું પોર્ટલ શરૂ કર્યું હતું.

1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા: 26 ઓગસ્ટના રોજ લોન્ચ થયા પછી, એક કરોડથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર નોંધણી કરીને, પ્રવાસી મજુરો અને તેમના પરિવારોને આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયા સુધીના વીમા માટે પાત્ર છે.  આ સિવાય, આંશિક અપંગતાના કિસ્સામાં એક લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા પ્રવાસી મજૂરોનો મોટો હિસ્સો આવા ક્ષેત્રોમાં કામ કરે છે. આર્થિક સર્વેક્ષણ 2019-20 મુજબ, દેશમાં અંદાજે 38 કરોડ અસંગઠિત કામદારો છે, જેમને આ પોર્ટલ પર નોંધણી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.  શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રવાસી મજુરો હવે ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી દ્વારા વિવિધ સામાજિક સુરક્ષા અને રોજગાર આધારિત યોજનાઓનો લાભ પણ લઇ શકશે.