Top Stories

વીજળી બિલમાં રાહત: આગામી 3 મહિના મળશે લાભ, જાણો કોને કેવી રીતે?

ગુજરાત રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ ભાઈ પટેલ દ્વારા 29 ઓક્ટોબર નાં રોજ મોટી જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો થશે. 


આ ઘટાડાનોં લાભ રાજ્યના 1 કરોડ 40 લાખ વીજ વપરાશકારોને થશે.


જે લાભ ઓક્ટોબર, નવેમ્બર, ડીસેમ્બર એમ ત્રણ મહિના લાભ થશે. 


ત્રણ મહિના માટે આ ફ્યુઅલ સરચાર્જ ઘટાડાનો લાભ મળશે,જ્યારે તમારાં ઘરે વીજળી બિલ આવશે ત્યારે. 


અત્યારે પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ નાં 2 રૂપિયા છે આગામી ત્રણ મહિના સુધી 1.81 પૈસા ફ્યુઅલ સરચાર્જ વસૂલાશે. અને ત્યારબાદ ફરી 2 રૂપિયા વસૂલવામાં આવશે. 


ગુજરાતની જનતાા ને આગમી ત્રણ મહિનામાં 356 કરોડનો લાભ થશે. 


રાજ્યમાં કોલસા અને ગેસના ભાવ ઘટાડાના કારણે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો થયો છે. 


જેમાં ઉદ્યોગો, ઘરવપરાશ સહિતના તમામ વીજ વપરાશકારોને લાભ મળશે.


કેટલું બિલ ઓછું આવશે?


તમારાં ઘરમાં વીજ વપરાશ કેટલું છે એના ઉપર નિર્ભર રહશે, વીજ વપરાશ નાં ફ્યુઅલ સરચાર્જમાંથી પ્રતિ યુનિટે 19 પૈસાનો ઘટાડો કરી દેવાનો.