khissu

ખેડૂતો ફરી ઉશ્કેરાયા : ૬ ફેબ્રુઆરીએ કરશે રસ્તાઓ બ્લોક

ઘણાં સમયથી દિલ્હી બોર્ડર પાર ખેડૂતો ત્રણ કૃષિ કાયદા ને રદ કરવા માટે ધરણા કરી રહ્યા છે અને આટ આટલા દિવસ છતાં સરકાર સામુય જોતી નહોતી ત્યારે ૨૬ જાન્યુઆરી ના રોજ ગણતંત્ર દિવસે શાંતિ પૂર્વક ટ્રેક્ટર રેલી યોજવાનો પ્લાન કર્યો હતો પરંતુ અચાનક લાલ કિલ્લા પાસે હિંસક પ્રવૃત્તિઓ સર્જાઈ જેમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ અને ટિયર ગેસ પણ છોડાયા હતા.


ગણતંત્ર દિવસ પર થયેલી હિંસક પ્રવૃત્તિ અને ખાસ કરીને દેશના તિરંગા ના થયેલા અપમાન બદલ ખેડૂતોને પાશ્ચાતાપ થયો અને એ બદલ માફી પણ માંગી હતી. પરંતુ હજી પણ ખેડૂતોએ મેદાન છોડ્યું નથી અને તેઓને સરકાર પર આશા હતી કે ૨ ફેબ્રુઆરીના રોજ રાજુ થયેલ બજેટ ૨૦૨૧-૨૨માં ખેડૂતોના આ કૃષિ બિલ મુદ્દાને પણ ધ્યાને લેવામાં આવશે પરંતુ બજેટમાં કૃષિબિલ વિશે કોઈપણ ચર્ચા કરવામાં આવી નહીં તેથી ખેડૂતો ઉશ્કેરાઈને ૬ ફેબ્રુઆરીએ ચકકાજામ કરવાનો નિર્ણય લીધો.


ભારતીય ખેડૂત યુનિયનના નેતા બલબીરસિંહે જણાવ્યું કે, અમે ૨૬ ફેબ્રુઆરી ના રોજ બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી રસ્તાઓ બ્લોક કરી દેશું. જોકે હાલ ખેડૂતો જે જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં પાણી અને વિજળીની સેવાઓ બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.