khissu

હવે ખેડૂતોએ નહીં ભરવું પડે વીજળીનું બિલ! સરકારે આપી મોટી રાહત

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારે વરસાદ એટલે કે ચોમાસાએ ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. આવા ખેડૂતો માટે રાહતના સમાચાર છે જેમનો પાક વરસાદને કારણે બરબાદ થયો છે. આવા ખેડૂતોને સરકાર દ્વારા વીજ બિલ જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. ખેડૂતોને મોટી રાહત આપતા સરકારે જાહેરાત કરી છે કે જે ખેડૂતોને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે તેમને વીજળીનું બિલ ભરવાની ફરજ પાડી શકાય નહીં. સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને મોટો ફાયદો થશે.

આ પણ વાંચો: શું હવે કપાસ રાખવો જોઇએ કે વેંચી નાખવો ? શું છે કપાસની બજાર જાણો અહીં તમામ માહિતી

સરકારે કરી જાહેરાત 
વાસ્તવમાં મહારાષ્ટ્ર સરકારે તેના ખેડૂતો માટે આ મોટી જાહેરાત કરી છે. માહિતી આપતા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, 'રાજ્યના પાવર યુનિટ્સ સાથે સંકળાયેલી એજન્સીઓ આવા ખેડૂતોને બિલ જમા કરાવવા માટે દબાણ નહીં કરે, જેમને વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. આ ખેડૂતોએ બે મહિના સુધી વીજળીનું બિલ ભરવાનું રહેશે નહીં. એટલે કે સરકારની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં વરસાદથી પ્રભાવિત લાખો ખેડૂતોને સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિનાના વીજ બિલ ચૂકવવા પડશે નહીં. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે આવા ખેડૂતો જે વીજળી બિલ ચૂકવવા સક્ષમ છે તે ચૂકવવા પડશે.

વીજ કંપનીને ઓર્ડર મળ્યો
આ સાથે નાયબ મુખ્ય પ્રધાન અને વીજળી પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'મેં રાજ્યની વીજળી વિતરણ કંપનીના અધિકારીઓને આદેશ આપ્યો છે કે ખેડૂતો પર વીજળી બિલ જમા કરાવવા માટે દબાણ ન કરે. ખાસ કરીને એવા ખેડૂતો પર જેમનો પાક ભારે વરસાદને કારણે બરબાદ થયો છે. આ સાથે જ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે ખેડૂતો પાસેથી આ સિઝનના વીજ બિલની જ વસૂલાત કરવામાં આવે.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ઉછાળો: જાણો આજનાં મગફળીના બજાર ભાવ

બીજા મોરચે રાહત
આ સિવાય મહારાષ્ટ્ર સરકારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે ઘણા ખેડૂતોના વીજ બિલ લાંબા સમયથી બાકી છે અને તેમના કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખેડૂતોએ આ સીઝન માટે જ બિલ ચૂકવવાનું રહેશે અને તેમનું કનેક્શન કાપવામાં આવશે નહીં.