Top Stories
khissu

ખેડૂતોને દર મહિને મળશે 900 રૂપિયાની સહાય, જાણો કેવી રીતે

રાજ્યમાં ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકાર દ્બારા ખેતી ખર્ચમાં ધટાડો કરી વધુ ઉત્પાદન મેળવવા તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો વ્યાપ વધે તે હેતુથી દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ . ૯૦૦ /- પ્રતિ માસ ( રૂ . ૧૦ , ૮૦૦ /- ની વાર્ષિક મર્યાદામાં ) સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે

યોજનાનો હેતુ: ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે મુખ્ય હેતુ છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરીયાત રહે છે. જેના દ્વારા ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેથી દેશી ગાય આધારતિ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવશે.

અગત્યની તારીખો :
અરજી કરવાની તારીખ :- 13/05/2022 
અરજી કરવાની છેલ્લી તારીખ :- 27/05/2022

ક્યાં ક્યાં પુરાવા જરૂર પડશે?
- આધાર કાર્ડ 
- બેંક પાસબુક 
- રેશન કાર્ડ
- 8 - અ
- ગાય ને લગાવેલ ટેગ નંબર (ફરજિયાત)

ખાસ નોંધ :- આ લાભ ખેડૂત ખાતેદાર હોય તેને જ મળશે અને ગાયને Tag Number (ટેગ નંબર) ફરજિયાત લગાવેલો હોવો જોઈએ.

ફોર્મ ક્યાં ભરવું?
- ઓનલાઇન I KHEDUT PORTAL પર જાતે પણ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
- ગામના VCE પાસે
- CSC સેન્ટર / સાઇબર કેફ

કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ વગેરે હેતુસર દેશી ગાય આધારિત સંપૂર્ણ ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટેના નિભાવ ખર્ચ પેટે આ સહાય આપવાનો નિર્ણય કરાયો છે