khissu

જાણો આજના (તા. ૧૩/૦૫/૨૦૨૧, ગુરુવારના) માર્કેટ યાર્ડના ભાવો: માર્કેટિંગ યાર્ડમાં પાક લઇ જતા પહેલા જાણો આ ખાસ નોટીસ, ૧૦૦% ફાયદો

આજ તારીખ ૧૩/૦૫/૨૦૨૧ ને ગુરુવારના મહુવા, ઉનાવા, તળાજા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

મહુવા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ડુંગળી 

90

261

ડુંગળી સફેદ 

126

192

તળાજા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા

 

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

શીંગ મગડી 

900

1252

શીંગ જી 20 

1200

1374

તલ સફેદ 

1480

1690

તલ કાળા 

1785

2152

એરંડા 

850

972

ઘઉં ટુકડા 

315

403

બાજરી 

250

331

જુવાર 

256

372

અડદ 

800

1505

મગ 

730

1347

ચણા 

685

990

તુવેર 

800

1190

ધાણા 

940

1150

મેથી 

980

1101

કપાસ 

855

1168

ઉનાવા માર્કેટ યાર્ડ: 

ઉનાવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હાલ ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડા, તમાકુ અને ગાળીયું જેવા પાકોની હરરાજી શરૂ છે. એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એરંડાનો ભાવ રૂ. 1001 થી 1016 સુધીનો બોલાયો હતો અને તમાકુના બજાર ભાવની વાત કરીએ તો તમાકુનો ભાવ રૂ. 1211 થી 1956 સુધીનો બોલાયો હતો. તેમજ ગાળીયું નો ભાવ 800 થી 1331 સુધીનો બોલાયો હતો.

ઉનાવા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1001

1016

તમાકુ 

1221

1956

ગાળીયું

800

1331

ગોંડલ માર્કેટ યાર્ડ:

જેટલું ઊંઝા માર્કેટ યાર્ડ જીરું, ધાણા, ચણા, કપાસ, મગફળી જેવા તમામ પાકોની હરરાજી માટે ખુબ જ પ્રચલિત છે તેટલું જ ગોંડલ માર્કેટ યાર્ડ બધા પાકો સાથે મસાલા માટે એટલું જ પ્રખ્યાત છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મુખ્ય પાકોની જ હરરાજી શરૂ છે, જેમાં મગફળી (ઝીણી અને જાડી બન્ને), લસણ (સુકુ), લાલ ડુંગળી, મરચા સુકા, સિંગ ફાડા, સિંગ દાણા, તલ, જીરૂ અને મગ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળીની 16408 ગુણીના વેપાર અને ઝીણી મગફળી ના 2957 ગુણીના વેપાર થયા હતા તેની સામે ઝીણી મગફળીનો ભાવ રૂ.860 થી 1385 સુધીનો બોલાયો હતો તેમજ જાડી મગફળીનો બજાર ભાવ રૂ. 850 થી 1376 સુધીનો બોલાયો હતો. તલ-તલી ના બજાર ભાવની વાત કરીએ તો 435 ગુણીના વેપાર સામે ભાવ રૂ. 1100 થી 1731સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂના બજાર ભાવની વાત કરીએ તો 1540 ગુણીના વેપાર સામે ભાવ રૂ. 2141 થી 2641 સુધીનો બોલાયો હતો તેમજ સુકા મરચાના બજાર ભાવની વાત કરીએ તો 930 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 451 થી 1551 સુધીનો બોલાયો હતો. ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો 8900 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 41 થી 191 સુધીનો બોલાયો હતો. મગના બજાર ભાવની વાત કરીએ તો મગનો બજાર ભાવ રૂ. 900 થી 1361 સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ જીરું નો બોલાયો હતો.

આ પણ વાંચો: કાલના (તા. ૧૨/૦૫/૨૦૨૧, બુધવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ભાવ જાણી વેચાણ કરો

ગોંડલ માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઝીણી મગફળી 

860

1385

સીંગદાણા જાડા 

1496

1611

સીંગ ફાડીયા 

1246

1646

જાડી મગફળી 

850

1376

તલ - તલી

1100

1731

જીરું 

2141

2641

સુકા મરચા 

451

1551

દેશી મરચા 

401

1751

સુકા મરચા ભોલર 

351

1751

ડુંગળી લાલ 

41

191

મગ 

900

1361

 

કોરોના મહામારીને લીધે ગોંડલ માર્કેટ યાર્ડમાં થતી પાકની ખરીદીમાં 16/05/2021 ને રવિવારની વ્યવસ્થા નીચે મુજબની કરવામાં આવી છે.

  • મેથી :- છા નં 1 15 થી 25 ગેઈટ ઓફીસ
  • તલ - તલી :- છા નં 2 15 થી 25 ઓફીસ સાઈડ
  • કાળા તલ :- છા નં 2 1 થી 10 ગેઈટ સાઇડ તથા છા નં 2 10 થી 1 ઓફીસ સાઇડ
  • મગ :- છા નં 2 44 થી 30 ઓફીસ સાઇડ તથા છા નં 2 30 થી 44 ગેઈટ સાઇડ
  • એરંડા :- છા નં 3 1 થી 10 તરફ
  • બીયા ફાડા :- છા નં 4 44 થી 11 તરફ
  • લાલ ડુંગળી :ઇ જુના વે બ્રીજ ગ્રાઉન્ડ / BB પાછળ / છા નં 9 થી 10 આગળ

કોરોના મહામારીને લીધે ગોંડલ માર્કેટ યાર્ડમાં માલ લાવતા પહેલા જાણી લો નીચેની ખાસ નોંધ:

૧) તારીખ 14/05/2021 થી 16/05/2021 રજા હોવાથી ઉપર મુજબની જણસી આજ રોજ થી શનિવાર સુધી સદંતર બંધ રહેશે.
૨) મેથી, એરંડા, તલ - તલી, કાળા તલ, બીયા ફાડા ની આવક રવિવારના રોજ સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
૩) મગફળી રવિવારના રોજ રાત્રીના 9 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી શરૂ રહેશે.
૪) સોમવાર ના રોજ લાલ ડુંગળી, મગ, સવારના6 થી સવારના 9 વાગ્યા સુધી હરરાજી શરૂ રખાશે.
૫) લસણ, જીરું, ધાણા, કપાસ, મરચા, સોયાબીન, ઘઉં, સફેદ ડુંગળી, કઠોળ, અડદ, તુવેર, ઈસબગુલ, ચણા, કળથીની આવક સદંતર બંધ રહેશે.