khissu

જાણો કેવો રહેશે મિથુન રાશિના જાતકોનો દિવસ, ક્યાં બનાવવામાં આવ્યું કોરોના માતાનું મંદિર, શું રહ્યો સોનાં ચાંદીનો ભાવ તમામ માહિતી જાણો ટૂંકમાં

નિર્મલા સીતારામન ની મોટી જાહેરાત :- ગઇકાલે જીએસટી કાઉન્સિલ ની 44મી બેઠક યોજાઇ હતી. જેમાં નિર્મલા સીતારામને મહત્વની જાહેરાતો કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એમ્બ્યુલન્સ પર જીએસટી દર ઘટાડીને 12% કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એમ્બ્યુલન્સ પર 28% જીએસટી નો દર વસૂલ કરવામાં આવતો હતો. વેન્ટિલેટર પર 12% દરને ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. રેમડેસીવર ઇન્જેક્શન પર 12% થી 15% જીએસટી દર લાગુ કરવામાં આવશે. પલ્સ ઓક્સિમિટર પર 12% થી ઘટાડીને 5% ટેક્સ કરવામાં આવ્યો છે. આ નિર્ણયો બાદ નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શન ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન પર હવે 5 ટકા જીએસટી લગાવવામાં આવશે. અને રસીકરણ નો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.

કોરોના માતાનું મંદિર :- ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ શુક્લપુર ગામમાં કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરમાં એક કોરોના માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરોની દીવાલ પર દર્શન પહેલા માસ્ક અનિવાર્ય. હાથ ધુઓ અને દૂરથી દર્શન કરો તેવા સંદેશ લખવામાં આવ્યા છે. શુક્લપૂર માં ત્રણ લોકોના મૃત્યુ બાદ ગામમાં લોકો ડરી ગયા હતા. ખાસ ઓર્ડર આપીને મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. વિશ્વાસ સાથે અને વિજ્ઞાન બંને એક સાથે કામ કરે છે વિશ્વાસ થી પૂજા કરો અને માસ્ક, અને હાથ ધોવા વિશે વિજ્ઞાન શીખવવામાં આવ્યું છે. જો લોકો એકઠા થઇ રહ્યા છે તો તેને કોરોના પ્રોટોકોલ વિશે પણ શીખવવું જોઈએ.

ભારતીય જઘડા પાર્ટી :- સોશીયલ મિડીયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સુરતના પૂર્વના અને હાલના નગરસેવક વચ્ચે બોલાચાલી થઈ રહી છે. રૂપાબેન પંડ્યા અને જૂના નગરસેવક મંજુલા દુધાત વચ્ચે બોલાચાલી થઈ હતી. એક બીજા પર આરોપ ઢોળવાની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો ત્યાં સુધી મામલો પહોંચી ગયો હતો. આ ઘટના વૃક્ષારોપાણ કાર્યક્રમ દરમિયાન બની હતી. આ કાર્યક્રમ દરમિયાન બંને એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા અને ભારે બોલાચાલી પણ થઈ હતી. જેમને જોઈને આજુબાજુમાં રહેતા લોકો પણ ચોંકી ગયા હતા.

યાત્રાધામ અંબાજીમાં ફ્રીમાં ભોજન શરૂ :- બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં 14 જૂનથી વિનામૂલ્યે ભોજન આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી આવતા યાત્રાળુઓને અંબિકા ભોજનાલય ખાતે સવારે 10 થી સાડા ત્રણ સુધી અને સાંજે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી વિનામૂલ્યે ભોજન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે દસ વાગ્યાથી સાડા ત્રણ સુધીમાં રોટલી,શક,બૂંદી, દાળ ભાત, ગાંઠિયા, પાપડ અને સાંજે 6 થી 10 સુધીમાં ભાખરી, શાક, ખીચડી, કઢી અને પાપડ વિનામૂલ્યે ભોજનમાં મા અંબા નાં પ્રસાદરૂપે આપવામાં આવશે. વર્ષ 2017 માં 17 લાખ કરતાં વધુ યાત્રાળુઓએ અંબિકા ભોજનાલય માં ભોજન નો લાભ લીધો હતો. યાત્રાળુઓની સુવિધા માટે રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે.

ભારત માથે વધુ એક આફત :- હવામાન વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે પુર્વ મધ્ય અને ઉત્તર પુર્વ બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. તાજેતરમાં જ તાઉતે અને યાસ વાવાઝોડાએ ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોમાં તારાજી સર્જી હતી. જો કે હવે વધુ વાવાઝોડાનુ દેશના માથે જોખમ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 11 જૂને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે જેના કારણે વાવાઝોડુ સર્જાઈ શકે છે.જો વાવાઝોડુ સર્જાશે તો તેને પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવેલું ગુલાબ નામ આપવામાં આવશે. સ્કાયમેટ વેધર દ્વારા પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે બંગાળની ખાડીની ઉત્તર દિશામાં લો પ્રેશર સર્જાશે જે બાદમાં ડિપ્રેશન ફેરવાઈ શકે છે. જો આ વાવાઝોડુ સર્જાઈ અને ભારતના દરીયાકાંઠે આગળ વધે તો બંગાળ, ઓડિશા અને બાંગ્લાદેશ માં પણ નુકસાન કરી શકે છે.

કોરોનામાં રાહત સાથે રખોપાં :- ગુજરાતમાં કોરોના કેસોનો ઘટાડો યથાવત છે. ગઇકાલે સતત બીજા દિવસે નવા 500 થી ઓછા કેસ આવ્યા હતા. તેની સામે 1200 થી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8.19 લાખ લોકો સંક્રમિત થયા છે. અને તેની સામે 799012 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 490 નવા કેસો નોંધાયા છે અને 6 દર્દીઓ નાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 272 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 10591 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.  રાજ્યનો મૃત્યુઆંક 9991 તથા પોઝિટિવ કેસનો આંકડો 819871 પર પહોંચી ગયો છે.

રાજકરણ :- ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચુંટણી માટે દરેક પક્ષે અત્યાર થી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 15મી જૂને ભાજપની બેઠક મળવાની છે. અને ગઇકાલે જ પાટીદાર સમાજની બેઠકમાં નરેશ પટેલે AAP નુ ભવિષ્ય ઉજ્જવળ હોવાનું નિવેદન આપ્યું હતું. એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કરવા માટે 14 તારીખે અમદાવાદ આવશે. એટલે રાજ્યમાં મોટાપાયે રાજકીય ઊથપાથલ નાં સંકેતો દેખાય રહ્યા છે. જ્યારે અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે ત્યારે ભૂતપૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો AAP માં જોડાવાની શકયતા છે.

મિથુન (ક, છ, જ) રાશિનાં જાતકોનો કેવો રહેશે આજનો દિવસ :- ભાગ્ય તમને સાથ આપશે.  ઘરના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.  નાની વસ્તુઓને અવગણવી વધુ સારું છે.  આ રાશિની મહિલાઓનો દિવસ ઘરેલું કામમાં વિતાવશે.  પ્રગતિના નવા માર્ગ મળશે.  આ રાશિના લોકો જે શિક્ષક છે  તેમના પ્રિય સ્થાને સ્થાનાંતરિત કરવામાં આવશે.  જે લોકો પરિણીત છે તેમના જીવનસાથી સાથે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે.

ચોમાસુ ક્યાં પહોંચ્યું :- દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. અને ચોમાસુ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર માં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વલસાડમાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાવાની શકયતા છે. 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનમાં અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસુ બેસી જશે. અને સાથે જ 12 થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાઈ બાદ સારો વરસાદ પડી શકે છે.

બજાર હલચલ :- વૈશ્વિક બજારોમાં સોનાં અને ચાંદીની કિંમતો સપ્તાહના અંતે ઘટી હતી પરંતુ સ્થાનિક સ્તરે ચાંદી ઉછળીને બે સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી હતી. સપ્તાહના છેલ્લા દિવસ શનિવારે અમદાવાદનાં બુલિયન બજારમાં ચાંદી 500 રૂપિયા વધીને ફરી 73,000 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી.જે 1 જૂન પછીનો સૌથી ઉંચો ભાવ છે. જો કે વૈશ્વિક નરમાઇએ ઘર આંગણે સોનું 100 રૂપિયા સસ્તું થયું હતું. અને પ્રતિ 10 કીગ્રા ની કિંમત 50,500 રૂપિયા થઈ હતી. વૈશ્વિક બજારમાં ટ્રેડિંગનાં છેલ્લા દિવસે સોનાં અને ચાંદી બંનેમાં ઘટાડો મળ્યો હતો. સોનું 1900 ડોલર ની સપાટીએ પહોંચી ગયું હતું અને ચાંદી 1878 ડોલર પ્રતિ ટ્રોય ઓસનાં સ્તરે આવી ગયું હતું.