khissu

કપાસના ભાવમાં ફૂલ ગુલાબી તેજી! જાણો બજાર ભાવ ૩૧/૧૨/૨૦૨૧ ને શુક્રવારના

 મગફળીની બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાંછે. મગફળીની આવકો દરેક સેન્ટરમાં હાલ પાંખી છે અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. મગફળીની બજારમાં સરેરાશ બજારનો ટોન સ્ટેબલ રહ્યો હતો.ગોંડલમાં ગુરૂવારે રાત્રેમગફળીની આવકો શરૂ કરવાનાં હતાં, જે સરેરાશ ૮૦થી ૯૦ હજાર ગુણીની આવકો થાય તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. કદાચ તેનાંથી ઓછી થઈ શકે છે, પંરતુ આવકો વધે તેવા કોઈ ચાન્સ નથી. 

રાજકોટમાં હજી પણ ૪૫થી ૫૦ હજાર ગુણી મગફળી પેન્ડિંગ પડી છે, પરિણામે ત્યાં વેપારો દૈનિક ધોરણે ઓછા થાય છે, પરિણામે નવી આવકો હજી આગામી સપ્તાહની શરૂઆતે કરે તેવી સંભાવનાં છે.ગોંડલમાં ૨૨ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૦૬૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં. અમુક મઠડી ક્વોલિટીની મગફળી હતી તેમાં ભાવ ઊંચા બોલાયાં હતાં.

ચણામાં હાલ ભાવ ઘટી રહ્યા હતા ત્યારે અત્યાર સુધી વેચનારાઓમાં વેચવાની ઉતાવળ દેખાતી હતી, હજુ ભાવ ઘટશે તો તેનો ડર વચ્ચે બધાને નીકળી જવું હતું, પરંતુ હવે ભાવ પ્રવર્તમાન નીચા મથાળે પહોંચી ગયા બાદ, હવે જાણે વેચનારાઓનો હાઉ નીકળી ગયો હોય તેમ વેચનારાઓ મજબૂત બન્યા છે. વેચવાલીનું પ્રેશર સતત ઘટી રહ્યું છે.અગ્રણી ટ્રેડર્સો કહે છે કે, એક મહિના પહેલા જ્યારે ચણાના પ્રતિક્વિન્ટલના રૂ.5000 આસપાસના ભાવ હતા ત્યારે નીચા ભાવે ફોર્વડમાં જે સોદા થયા હતા, તે મુજબ 4300-4400નું તળિયું દેખાતું હતું, હાલ ભાવ તેની નજીક પહોંચી જતા અત્યાર સુધી દેખાતો હાઉ હવે ઓછો થઇ ગયો છે. આજે ચણામાં કોઇ ખાસ મોટા વેપારો ન હતા, ચણાની આવક વધી 600 ગુણી થઇ હતી, પ્રતિ મણના ગુજરાત-3માં રૂ.850-875 અને કાંટાવાળામાં રૂ.880-930 ના ભાવે કામકાજ થયા હતા. એવરેજ ગણીએ તો રૂ.800-840ના ભાવ બોલાયા હતા, દરમિયાન ડંખી ચણાના રૂ.680-740 સુધીના ભાવ બોલાયા હતા.

બાજરીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્ય છે. બાજરીની આવકો ઓછી થવા લાગીછે અને ઠંડી પડી હોવાથી બાજરીમાં ખાનાર વર્ગની ઘરાકી નીકળી છે, જેને પગલે અમુક સુપર ક્વોલિટીની ગ્રીન બાજરીમાં ભાવ ઊંચકાયાં છે. બાજરીનાં ભાવ ડીસામાં ઊંચામાં રૂ.૫૦૦ સુધી બોલાયાં હતાં. જોકે આવો માલ બહુ ઓછો હતો.ડીસામાં બાજરીની માત્ર ૮૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૩૩૦થી ૫૦૦નાં ભાવ હતાં.રાજકોટમાં બાજરીની ૭૦ કટ્ટાની આવક હતીઅને ભાવ રૂ.૨૯૦થી ૪૩૨નાં હતાં.

બાજરીની બજારમાં સરેરાશ ભાવ બે તરફી અથડાયા કરે તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.રાજકોટમાં જુવારની ૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ સફેદમાં રૂ.૩૨૮થી ૫૪૦ અને પીળી જુવારમાં રૂ.૨૬૧થી ૩૪૮નાં ભાવ હતાં

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1501

2004

ઘઉં લોકવન 

402

431

ઘઉં ટુકડા

410

480

જુવાર સફેદ

335

570

બાજરી 

270

428

તુવેર 

1040

1244

મગ 

1025

1406

મગફળી જાડી 

916

1140

મગફળી ઝીણી 

900

1131

એરંડા 

1131

1157

અજમો 

1250

2060

સોયાબીન 

1150

1300

કાળા તલ 

2200

2555

લસણ 

188

421

ધાણા

1500

1680

મરચા સુકા 

1500

3290

જીરૂ

2900

3170

રાય

1300

1565

મેથી

1000

1168

ઈસબગુલ

1670

2190

ગુવારનું બી 

1100

1114 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1500

2200

બાજરો 

386

421

જીરું

2100

3015

ઘઉં 

250

423

તલ

1800

2200

ચણા 

720

890

મગફળી જીણી

1000

1278

મગફળી જાડી

951

1048

લસણ

85

400

તુવેર

900

1110

એરંડા

951

1000

અડદ 

1280

 1380

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1951

ઘઉં લોકવન

340

417

ઘઉં ટુકડા 

370

429

જુવાર 

350

464

ચણા 

700

964

અડદ 

1200

1393

તુવેર 

800

1241

મગફળી ઝીણી 

810

1110

મગફળી જાડી 

750

1131

સિંગફાડા

1150

1290

એરંડા 

800

1100

તલ 

1800

2040

તલ કાળા 

2100

2470

જીરું 

2650

2900

ધાણા 

1200

1700

મગ 

1250

1470

સોયાબીન 

1050

1286

મેથી 

1050

1290

ગમ ગુવાર

800

1000 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

1911

મગફળી 

870

1371

ઘઉં 

351

406

જીરું 

2651

2943

એરંડા 

1130

1162

ગુવાર 

951

1148

ધાણા 

1250

1553

સોયાબીન

1051

1167

અડદ 

401

1204 

 

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1551

1951

ઘઉં 

401

457

જીરું 

2150

2860

એરંડા 

1140

1140

તલ 

1670

2114

બાજરો 

337

441

ચણા 

609

763

મગફળી ઝીણી 

700

1281

તલ કાળા 

1870

2356

અડદ 

501

1381

રાઈ

1471

1500 

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1351

2050

મગફળી 

900

1095

ઘઉં 

360

448

જીરું 

2595

3070

તલ 

1785

2095

બાજરો 

286

413

ચણા 

515

833

વરીયાળી 

1345

1615

જુવાર 

345

529

ધાણા 

1225

1465

તુવેર 

730

1155

તલ કાળા 

1835

2615

અડદ 

370

985

મેથી 

800

1080

રાઈ 

730

1520

મઠ 

1575

1700