khissu

હવે કોઈ જ સિસ્ટમ સક્રિય નથી, આજથી વરસાદની વિદાય શરૂ.... આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

Gujarat Weather Update: હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે અને કહ્યું છે કે હાલ જે બંગાળની ખાડી  અથવા તો અરબી સમુદ્રની જે સિસ્ટમ હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનાં સિસ્ટમનાં વરસાદની શક્યતાઓ નથી. અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે બપોરે ગરમી તેમજ તાપમાનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.  બપોર પછી જે થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં ભાગ રૂપે વરસાદ આવતા હોય છે. તે છુટા છવાયા વરસાદ આવશે. જેથી જ્યાં વરસાદ પડશે ત્યાં એક થી લઈ બે ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.

હવેથી કાર લોન લેનારા ગ્રાહકો હજારો રૂપિયા બચાવી શકશે. બેંકે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ અંગેની માહિતી SBIએ ટ્વીટ કરીને આપી છે.

28 તારીખ સુધી એટલે કે કાલ સુધી આ છુટો છવાયો વરસાદ ચાલુ રહેશે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં પણ 2 થી 8 ઓક્ટોમ્બર સુધી વરસાદ પડી શકે છે. તેમજ છુટા છવાયા વરસાદનું જોર દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્તારમાં જોવા મળે. 

મુકેશ અંબાણી હતા અદ્દલ એ જ રસ્તે આકાશ, અનંત અને ઈશા! ત્રણેય ભાઈ-બહેન એકપણ રૂપિયો પગાર નહીં લે

હાલ કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. વાવાઝોડાની પણ હાલમાં કોઈ જ સિસ્ટમ જોવા નથી મળી રહી. 9 ઓક્ટોમ્બર બાદ જે વરસાદ પડશે. તેને માવઠું ગણાશે. પણ આ વરસાદ જે છે તે પાણી વગરનાં જેને શિયાળુ પાક, રવિ પાકનું વાવેતર કરવું છે. તેના માટે ફાયદા રૂપ પણ બની શકે છે.

ફ્રી રાશન અને ગેસ સિલિન્ડર પર થઈ શકે છે સૌથી મોટી જાહેરાત, સરકારના 4 લાખ કરોડ રૂપિયાના ખર્ચની છે વાત

પરેશ ગોસ્વામીએ આગળ વાત કરી કે અમુક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે પાણીની ખૂબ જ તંગી છે. ઘણા વિસ્તાર એવા પણ છે કે પાંચથી સાત દિવસની અંદર ખરીફ પાકની જેની અંદર અડદ, મગ તેમજ મગફળી અને કપાસ જેવા પાકો છે આ તમામ પાકોની અંદર નુકશાની પણ વરસાદનાં કારણે થઈ શકે છે.  ત્યારે આ તમામ ખરીફ પાક હાલ તૈયાર થઈ રહ્યો છે.  ત્યારે આ પાકમાં ઓક્ટોમ્બર મહિનાં દરમ્યાન વરસાદ પડે તો ચોમાસુ પાકને નુકશાન થશે.