khissu

1 જૂનથી આ નિયમોમાં થશે મોટાં ફેરફાર: બેંક, ગેસ, Income Tax, google વગેરેમાં થશે ફેરફાર, જાણી લો નહિતર થશે નુકસાન

આપણા માટે મહિનાની પહેલી તારીખ ખૂબ જ અગત્યની હોય છે. નવા મહિનાની શરૂઆત થતાં જ આપણું ધ્યાન રજાઓ ઉપર જતું હોય છે. બેંક સાથે જોડાયેલા કામ જોવા પડે છે કે બેંકમાં રજા તો નથી ને. ઘણી બેન્કોએ કેટલાક બદલાવ માટે 1 જૂનની તારીખ પણ નક્કી કરી છે.

જો તમે બેંક ઓફ બરોડા (BANK OF BARODA - BOB) માં ખાતું ધરાવો છો અથવા તો કેનારા બેંક (Canara Bank) નાં ગ્રાહક છો અથવા તો સિન્ડીકેટ (Syndicate Bank) બેંકના ગ્રાહક છો તમારા માટે 1 જૂન ખૂબ જ મહત્વની છે. 1 જૂનથી બેંક ઓફ બરોડા નાં ગ્રાહકો માટે ચેક પેમેન્ટ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે કેનારા બેંક અને સિન્ડીકેટ બેંકના IFSC કોડ માં બદલાવ થશે.

1 જૂનથી બદલાઈ જશે ચેક પેમેન્ટનાં નિયમો:- બેંક ઓફ બરોડા 1 જૂન 2021 થી ગ્રાહકો માટે ચેકના નિયમોમાં ફેરફાર કરી રહી છે. ફ્રોડ લોકોથી બચવા બેંકે પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરી છે. પોઝિટિવ પે સિસ્ટમ એક પ્રકારનું એવું ટૂલ છે જે ફ્રોડ કરવા વાળા લોકોને પકડશે. બેંક ઓફ બરોડા નાં અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકો જ્યારે 2 લાખ કે તેથી વધુનો બેંક ચેક આપશે ત્યારે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની જાણકારી reconfirm કરવી પડશે. આ નિયમ 1 જૂનથી અમલમાં આવશે. 

LPG ગેસ સિલિન્ડર ના ભાવ:- એક જૂનથી LPG ગેસ સિલિન્ડર નાં ભાવ લગભગ બદલી શકે છે. અનુમાન મુજબ દર મહિને તેલ કંપનીઓ LPG ગેસ સિલિન્ડર ના ભાવ માં ફેરફાર કરતી હોય છે. ઘણીવાર એક મહીનામાં જ 2 વાર ભાવ બદલવામાં આવતા હોય છે. હાલ 14.2 કિલો નાં LPG ગેસ સિલિન્ડર નો ભાવ 809 રૂપિયા છે. પરંતુ જરૂરી નથી મહિનાની પહેલી તારીખે જ ભાવમાં ફેરફાર થાય છે અને ઘણી વખત ભાવ સમાન જ રહેતા હોય છે.

30 જૂનથી બદલાય જશે આ બેંકના IFSC કોડ:- કેનારા બેંકની ઓફિસિયલ વેબસાઈટ મુજબ 1 જુલાઈ થી બેન્કનો IFSC કોડ બદલાઈ જશે. જ્યારે સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને નવો IFSC કોડ 30 જૂન સુધીમાં અપડેટ કરવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે કેનારા બેંકમાં સિન્ડીકેટ બેંકનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે.

1 જૂને કેરળમાં ચોમાસુ પહોંચી શકે છેે.
કેરળમાં 1 જૂને ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આ ભવિષ્યવાણી કરી છે. મૌસમ વિભાગે આ વર્ષે 98 ટકા વરસાદની આગાહી કરી છે. જ્યારે નવી એજેંસી સ્કાયમેટ એ 103 ટકા વરસાદની સંભાવના દર્શાવી છે. ચોમાસામાં સામાન્ય રીતે 88 cm વરસાદ થાય છે. 96 થી 104 ટકા વરસાદને સામાન્ય ચોમાસુ ગણવામાં આવે છે. IMD હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સાઉથ વેસ્ટર્ન ચોમાસુ ભારતમાં 98 ટકા વરસાદ કરાવશે જે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય.

15 જૂનથી સોનામાં હોલમાર્કિગ નો નિયમ લાગુ પડશે:- કેન્દ્ર સરકારે સોનાનાં ઘરેણાં પર હોલમાર્કિંગ નાં નિયમોમાં પર ફરી એકવાર રાહત આપવાની જાહેરાત કરી છે. 15 જૂન સુધી હોલમાંર્કિંગ ના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. 16 જૂનથી હોલમાંર્કિંગ નાં નવા નિયમો લાગુ પડશે. ત્યાર પછી દેશમાં હોલમાર્ક વાળા ઘરેણાં જ વેંચી શકાશે. દેશભરમાં ઘરેણાં પર ફરજિયાત હોલમાર્કની રજૂઆતોની તારીખ ઘણી વખત લંબાવાઈ છે. આ વર્ષે કોરોના નાં કારણે 1 જૂન સુધી લંબાવવામાં આવી છે. આ વખતે દેશભરમાં કોરોના ની બીજી લહેરનાં કારણે તારીખ લંબાવાઈ છે. 

આ પણ વાચો: વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય: 11 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે પૈસા, જાણો કોને-કોને મળશે લાભ?

જીમેઈલ સાથે જોડાયેલા નિયમોમાં થશે ફેરફાર:- 1 જૂનથી ગૂગલ કંપની એક મોટો બદલાવ લાવી રહી છે. ગૂગલ ફોટો માં 1 જૂનથી અનલિમિટેડ ફોટો અપલોડ નહિ કરી શકો. ફકત ફોટો જ નહિ પરંતુ 1 જૂનથી ઘણું બદલાઈ જશે. ગૂગલ કંપનીએ આપેલી માહિતી મુજબ 15 GB નુ સ્ટોરેજ દરેક યુઝર ને મળશે. આ સ્ટોરેજમાં જીમેઈલ નાં ઇમેઇલ નો સમાવેશ કરવામાં આવશે. આ સાથે તેેેમાં ગુગલ ડ્રાઈવ નો પણ સમાવેશ કરવામાં આવશે. હવે તમારે 15 GB થી વધુ સ્ટોરેજ નો ઉપયોગ કરવા પૈસા આપવા પડશે. 

1 થી 6 જૂન સુધી ઈન્કમ ટેકસની વેબસાઈટ કામ નહિ કરે:- જો તમે ઈન્કમ ટેક્સ ઈ - ફાઈલિંગ ની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે 1 જૂન 2021 થી 6 જૂન 2021 સુધી ઇન્કમટેક્સ ની ઇ - ફાઈલિંગ સર્વિસ કામ નહિ કરે. ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવાયું છે કે 1 થી 6 જૂન સુધી ઈનકમ ટેક્સ ઇ ફાઈલિંગ નુ નવુ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. આ પોર્ટલ જૂના પોર્ટલ થી અલગ હશે.  www.incometaxindiaefiling.gov.in થી નવું પોર્ટલ www.incometaxgov.in પર જવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને 7 જૂનથી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.