આવતી કાલથી ( 1 December ) થશે 10 મોટા ફેરફાર, બદલાશે આ નિર્ણયો

આવતી કાલથી [1 December] થી ગુજરાતમાં બદલાશે 10 નિયમો : 

 RTGS સુવિધા:

ભારતીય રિઝર્વ બેંકે real-time ગ્રોસ સેટલમેન્ટ ના નિયમોમાં સુધારા કર્યા છે જેમાં હવે તમે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકશો. જે મુજબ 365*24*7 કલાક સુવિધા મળશે તેવું જણાવ્યું હતું અને જે નિયમ 1 December થી લાગુ થશે.

PM Kishan યોજના:

પહેલી ડિસેમ્બરથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાની સહાય જમા થવાની શરૂઆત થઇ જશે.

રાજકોટ શાળા સંચાલકોનો નિર્ણય: 

15 ડિસેમ્બર સુધીમાં વાલીઓ શિક્ષકોને જાણ નહીં કરે તો એમના વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે અને વાલીઓએ ફી ન ભરવાનું કારણ જણાવવું પડશે 

LPG ગેસ સિલિન્ડર: 

દર મહિનાની શરૂઆતમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતો હોય છે તો આવતીકાલથી ગેસ સિલિન્ડર ના નવા ભાવ જાહેર કરવામાં આવશે.

ટ્રેન ટાઇમ ટેબલ: 

આવતીકાલથી ટ્રેનના ટાઈમ ટેબલ માં થોડો ફેરફાર જોવા મળશે અને નવી ટ્રેનો પણ ચાલુ કરવામાં આવશે.

વીમા કંપની પ્રિમિયમ: 

હવે વીમા કંપનીના પ્રીમિયમ પણ તમે બદલી શકશો. ઘણી વખત વીમા કંપની નો હપ્તો ચૂકવવામાં લોકો અસમર્થ હોય છે ત્યારે મહત્ત્વનો નિર્ણય જાહેર થયો છે અને એ અંતર્ગત પાંચ વર્ષ પછી તમે 50 ટકા હપ્તો પણ ભરી શકશો,એટલે કે માત્ર અડધા હપ્તા સાથે વીમો ચાલુ રાખી શકો છો. 

PNB નિયમો:

પંજાબ નેશનલ બેન્કના નિયમોમાં ફેરફાર થશે જે અંતર્ગત ૧૦ હજારથી વધારે રકમ એટીએમમાંથી તમે ઉપાડી નહીં શકો અને ઉપાડવા માટે તમારે ઓટીપી જોશે,જો OTP હશે તો જ ઉપાડી શકશો જેથી ગ્રાહકે મોબાઇલ સાથે લઈ જવો. 

રાત્રિ કર્ફ્યુ અને લોક ડાઉન :

ગુજરાતમાં જ્યાં સુધી કોરોના ની પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવશે:CM વિજય રૂપાની 

ગુજરાતમાં ફરી સંપૂર્ણ lockdown થવાનું નથી : DY CM

ગુજરાતમાં કોઈપણ જિલ્લામાં દિવસ દરમિયાન કર્ફ્યુ લગાડવાનો સરકારનો કોઈ પ્લાન નથી. 

રેશનકાર્ડ :

આ મહિને માત્ર ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ જ મળશે કેન્દ્ર સરકાર નું અનાજ નહીં મળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ.

શાળા ક્યારે ખુલશે? 

ગુજરાતમાં ૧૫ ડીસેમ્બર સુધી શાળાઓ ખુલે એવી શક્યતાઓ નથી અને શિક્ષણ વિભાગ પણ તૈયાર નથી અને ગુજરાત વાલી મંડળ પણ શાળાઓ ખોલવા માટે તૈયાર નથી.

માહિતીને વધારે સમજવા ઉપર આપેલ વિડિયો જોવો.