khissu

એપ્રિલ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો: છેલ્લા ૪ મહિનામાં પ્રથમ વખત થયો ઘટાડો, જાણો તમારા જિલ્લામાં શુ ભાવ ?

LPG ગેસ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા : એક બાજુ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે આ બાજુ ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે અને એ પણ કાંઈ જેવા તેવા નહીં સીધાં જ ૨૫ કે ૫૦ રૂપિયાનો વધારો થાય છે અને એ પણ એક જ મહિનામાં લગભગ બે ત્રણ વખત વધારો કરવામાં આવે છે.

ડિસેમ્બર મહિનામાં બે વખત ભાવ વધારો : મિત્રો, LPG ગેસ સિલિન્ડરના ભાવ સતત વધતાં જોવા મળી રહ્યા છે. છેલ્લે આપણે જો ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં તેના ભાવ વધારવામાં આવ્યા અને ૫૯૪ થી ૬૪૪ રૂપિયા કરી દેવામા આવ્યા. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કરાઈ. આમ એક જ મહિનામાં બે વખત ભાવ વધારો થયો.

ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત વધારો :  ૪ ફેબ્રુઆરીના રોજ ૨૫ રૂપિયાનો વધારો કરી ૬૯૪ રૂપિયાથી વધીને ૭૧૯ રૂપિયા કરાઈ ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીએ ૫૦ રૂપિયા વધારીને ૭૬૯ કરાઈ અને ૨૫ ફેબ્રુઆરીએ ફરીથી ૨૫ રૂપિયાનો વધારો કરી ૭૯૪ રૂપિયા ભાવ થયો. આમ જો માત્ર ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વાર વધારો થયો છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં ફરી વધારો : માર્ચ મહિનાની શરૂઆતમાં જ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનાની ૧લી તારીખે સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. જેથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ ૭૯૪ રૂપિયાથી વધીને ૮૧૯ રૂપિયા થયો હતો. આમ અત્યારસુધીમાં લગભગ ૨૨૫ રૂપિયાનો વધારો થયો.

એપ્રિલ મહિનામાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો : જોકે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે જેથી એપ્રિલ મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ તેલ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો કંઈ ઘટાડો કહેવાય નહીં. અત્યાર સુધી તેલ કંપનીઓએ ૨૫ રૂપિયા અને ૫૦ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે તેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો. પાછલાં ૪ મહિનામાં વધારો જ થયો છે જે આશરે ૨૨૫ રૂપિયાનો વધારો થયો છે તેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો થયો.

છેલ્લાં ૪ મહિનામાં ૨૨૫ રૂપિયાનો વધારો થયો જેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો થયો : મિત્રો, ડિસેમ્બર મહિનામાં બે વખત વધારો થયો, ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત વધારો થયો અને ૧લી માર્ચના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો થયો. આમ  ચાર મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ ૨૨૫ રૂપિયાનો વધારો કર્યો. જ્યારે ૧લી એપ્રિલના રોજ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો જે ૨૨૫ રૂપિયાના વધારા સામે નહિવત કહીં શકાય.

એપ્રિલ મહિનાના ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવો :

અમદાવાદ     :-     ₹ 816

અમરેલી        :-     ₹ 828.50

આણંદ        :-     ₹ 815

અરવલ્લી      :-     ₹ 823.50 

ભાવનગર       :-    ₹ 817    

બનાસકાંઠા     :-    ₹ 833 

ભરૂચ             :-    ₹ 815   

બોટાદ           :-    ₹ 822.50   

છોટા ઉદેપુર       :-    ₹ 823.50

દાહોદ              :-    ₹ 836.50  

દેવભૂમિ દ્વારકા  :-   ₹ 828

ગાંધીનગર         :-     ₹ 817   

ગીર સોમનાથ    :-     ₹ 830   

જામનગર         :-     ₹ 821.50    

જૂનાગઢ           :-      ₹ 828    

ખેડા                :-      ₹ 816    

કચ્છ                :-      ₹ 829.50    

મહીસાગર        :-       ₹ 832      

મહેસાણા        :-       ₹ 817.50      

મોરબી             :-       ₹ 820      

નર્મદા             :-       ₹ 830     

નવસારી           :-       ₹ 823.50      

પંચમહાલ         :-      ₹ 825      

પાટણ              :-      ₹ 833   

પોરબંદર           :-      ₹ 830   

રાજકોટ           :-      ₹ 814.50  

સાબરકાંઠા      :-      ₹ 835.50    

સુરત              :-      ₹ 814.50     

સુરેન્દ્રનગર        :-       ₹ 821.50     

તાપી             :-       ₹ 829      

ડાંગ               :-       ₹ 826.50     

વડોદરા          :-       ₹ 815     

વલસાડ          :-       ₹ 828.50     

 

માર્ચ મહિનાના ગુજરાતના જિલ્લાઓના ગેસ સિલિન્ડરના ભાવો :

         
અમદાવાદ     :-     ₹ 826

અમરેલી        :-     ₹ 838.50

આણંદ        :-     ₹ 825

અરવલ્લી      :-     ₹ 833.50 

ભાવનગર       :-    ₹ 827    

બનાસકાંઠા     :-    ₹ 843 

ભરૂચ             :-    ₹ 825   

બોટાદ           :-    ₹ 832.50   

છોટા ઉદેપુર       :-    ₹ 833.50

દાહોદ              :-    ₹ 846.50  

દેવભૂમિ દ્વારકા  :-   ₹ 838

ગાંધીનગર         :-     ₹ 827   

ગીર સોમનાથ    :-     ₹ 840   

જામનગર         :-     ₹ 831.50    

જૂનાગઢ           :-      ₹ 838    

ખેડા                :-      ₹ 826    

કચ્છ                :-      ₹ 839.50    

મહીસાગર        :-       ₹ 842      

મહેસાણા        :-       ₹ 827.50      

મોરબી             :-       ₹ 830      

નર્મદા             :-       ₹ 840     

નવસારી           :-       ₹ 833.50      

પંચમહાલ         :-      ₹ 835      

પાટણ              :-      ₹ 843   

પોરબંદર           :-      ₹ 840   

રાજકોટ           :-      ₹ 824.50  

સાબરકાંઠા      :-      ₹ 845.50    

સુરત              :-      ₹ 824.50     

સુરેન્દ્રનગર        :-       ₹ 831.50     

તાપી             :-       ₹ 839      

ડાંગ               :-       ₹ 836.50     

વડોદરા          :-       ₹ 825     

વલસાડ          :-       ₹ 838.50