khissu

જિયો કંપનીએ બહાર પાડ્યાં નવા પ્લાન: માત્ર રૂ. ૭૫૦ માં મળશે ૧ વર્ષ અનલિમિટેડ કોલ્સ

જિયો કંપની દ્વારા શુક્રવારે એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં નવી ઓફર બહાર પાડવામાં આવી છે. ગ્રાહકોને 1,499 રૂપિયામાં જીઓ ફોન તથા એક વર્ષ માટે અનલિમિટેડ કોલ્સ અને 2 જીબી ઈન્ટરનેટ પ્રતિ મહિને આપવાની જાહેરાત કરી છે. 

જે લોકો પાસે જિયો નો ફોન છે તે ગ્રાહકો નુંં પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેને પણ 750 રૂપિયા માં એક વર્ષ માટે અનલિમિટેડ કોલ્સ અને 2 જીબી ઈન્ટરનેટ પ્રતિ મહિના માટે આપવાની જાહેરાત કરી છે.

રિલાયન્સ જીયો ના ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે જ્યારે દુનિયા 5જી ની ક્રાંતિની કગાર પર ઊભી છે ત્યારે ભારતમાં 300 કરોડ લોકો 2જી માં અટવાયા છે. 

જો આ જ ઓફર કોઈ બીજી કંપનીમાં જોવા જઈએ તો લગભગ બે ગણા પૈસા વધુ દેવા પડે છે. પરંતુ જિયો રિલાયન્સ કંપનીએ 100 મિલિયનથી વધુ ગ્રાહકોને પોતાના પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક ખેંચ્યા છે.

બીજી કંપનીમાં બે વર્ષની સેવાઓ અને ફોન માટે લોકોને 5000 ખર્ચવા પડે છે. બે વર્ષ વોઇસ કોલ મેળવવા માટે 3600 રૂપિયા એટલે કે 149*24 રિચાર્જ કરવું પડે છે અને લગભગ એક ફોન ની કિંમત 1200-1500 જેટલા ચૂકવવા પડે છે અને જિયો ઑફર યુઝર્સ માટે 749 રૂપિયામાં 12 મહિના માટે અનલિમિટેડ કોલ્સ ઉપરાંત 2 જીબી ઈન્ટરનેટ ડેટા દર મહિને સાથોસાથ એક વર્ષ સુધી કોઈ રિચાર્જ કરવું જરૂરી નથી.

ન્યુ જીયોફોન 2021 ઑફર 
(1)  યુઝર્સ માટે નવી  ઑફરમાં જિયોફોન તથા 24 મહિના એટલે કે 2 વર્ષ માટે અનલિમિટેડ વોઇસ કોલ + 2 જીબી હાઈ સ્પીડ ડેટા દર મહિને અને બે વર્ષ સુધી કોઈ રિચાર્જ કરવું પડશે નહિ.

(2) જિયો ફૉન ડીવાઈસ + એક વર્ષ અનલિમિટેડ સેવાઓ માટે માત્ર 1499 રૂપિયા ચૂકવવાના રહેશે. જેમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ + 2 જીબી ઈન્ટરનેટ ડેટા દર મહિને અને એક વર્ષ સુધી કોઈ રિચાર્જ કરવું પડશે નહિ.

આ ઑફર એક માર્ચથી લાગુ કરાશે.

તમને એ પણ જણાવી દઈએ કે રિલાયન્સ કંપનીએ જિયોનું પ્રથમ મોડલ 2017માં લોન્ચ કર્યું હતું. જેમાં 2.4 ઇંચની ડિસ્પ્લે, 2 મેગાપિકસલ પાછળનો કેમેરો તથા 0.3 મેગાપિકસલ નો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં વોટસએપ, યુ ટ્યુબ જેવી એપ્લિકેશન પણ સપોર્ટ કરે છે.