khissu

દર વર્ષે 71 લિટર પેટ્રોલ ફ્રીમાં મળશે, જાણો કેવી રીતે?

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્ય લોકોની હાલત કફોડી કરી દીધી છે. પરંતુ આ દરમિયાન તમારા માટે એક રાહતના સમાચાર છે. હવે તમે સસ્તામાં પેટ્રોલ અને ડીઝલ ભરી શકશો.  ફક્ત એક કાર્ડ પર, તમને એક વર્ષમાં 71 લિટર મફતમાં મળશે.

સૌથી મહત્વની વાત એ છે કે આ માટે તમારે કોઈ ખાસ દસ્તાવેજની પણ જરૂર નહીં પડે. તમે પેટ્રોલ અને ડીઝલ ખરીદતી વખતે ફ્યુઅલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમારા પૈસા બચાવી શકો છો. ચાલો જાણીએ કે તમે સસ્તામાં પેટ્રોલ ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકો છો.

દર વર્ષે 71 લિટર પેટ્રોલ ડીઝલ મફતમાં મળશે: ઈન્ડિયન ઓઈલ સિટી બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને તમે એક વર્ષમાં 71 લીટર પેટ્રોલ-ડીઝલ ફ્રી મેળવી શકો છો.  હા, આ ક્રેડિટ કાર્ડ ઈંધણની ખરીદી માટે શ્રેષ્ઠ કાર્ડ છે.  ઈન્ડિયન ઓઈલ પંપ પર આ કાર્ડ દ્વારા ઈંધણ ખરીદવા બદલ તમને રિવોર્ડ રૂપમાં ઘણા લાભો મળે છે. ફ્યુઅલ પોઈન્ટ રિડીમ કરીને, તમે વાર્ષિક 71 લિટર સુધી મફત ઈંધણ મેળવી શકો છો.

ઈન્ડિયન ઓઈલ સિટી ક્રેડિટ કાર્ડની વિશેષતાઓ: ઈન્ડિયન ઓઈલ પંપ પર ટર્બો પોઈન્ટ રિડીમ કરીને વાર્ષિક 71 લિટર સુધી પેટ્રોલ ડીઝલ ફ્રીમાં મળશે.
ઈન્ડિયન ઓઈલ પંપ પર ખર્ચવામાં આવતા દરેક રૂ. 150 પર 4 ટર્બો પોઈન્ટ ઉપલબ્ધ થશે.
કાર્ડ દ્વારા, કરિયાણા અને સુપરમાર્કેટમાં ખર્ચવામાં આવતા દરેક રૂ. 150 પર 2 ટર્બો પોઈન્ટ્સ ઉપલબ્ધ થશે.

ટર્બો પોઇન્ટ કેવી રીતે રિડીમ કરવું: તમને જણાવી દઈએ કે ટર્બો પોઈન્ટને ઘણી રીતે રિડીમ કરી શકાય છે પરંતુ ઈન્ડિયન ઓઈલ પંપ પર રિડીમ કરાવવા પર તમને વધુમાં વધુ લાભ મળે છે.
ઈન્ડિયન ઓઈલ પંપ પર રીડેમ્પશન રેટ – 1 ટર્બો પોઈન્ટ = 1 રૂપિયો.
goibibo.com, IndiGo, Make My Trip, yatra.com પર રીડેમ્પશન રેટ - 1 ટર્બો પોઈન્ટ = 25 પૈસા
બુક માય શો, વોડાફોન વગેરે પર રીડેમ્પશન રેટ - 1 ટર્બો પોઈન્ટ = 30 પૈસા