khissu

નવા વર્ષમાં પ્રથમ દિવસે જ સોનાએ રંગ બતાવ્યો, એક તોલાનો ભાવ જાણીને તમને લાગશે 440 વોલ્ટનો ઝટકો!

આજે 2024 શરૂ થઈ ગયું છે. સવારમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાના સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે કે સોનાના ભાવમાં મોટો વધારો થયો છે અને લોકો માટે એક તોલું પણ ખરીદવું મુશ્કેલ બની ગયું છે.

નવા વર્ષના પહેલા કારોબારી દિવસે સોનું તેજીમાં જ્યારે ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, સોનું 63,000ના સ્તરની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. તો બીજી બાજું ચાંદી આજે પણ 75,000ના સ્તરની નીચે કારોબાર કરી રહ્યું છે.

આજની વાત કરીએ તો એમસીએક્સ પર સોનું 0.19 ટકાના વધારા સાથે 63,325 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે, બીજી તરફ ચાંદી 0.10 ટકાના ઘટાડા સાથે 74,359 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.

અમદાવાદની વાત કરીએ તો આજે 24 કેરેટ સોનું 10 ગ્રામનો ભાવ 65,200 રૂપિયા બોલાઈ રહ્યો છે.

બજારના નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં સતત વધારો વર્ષ 2024માં પણ ચાલુ રહેશે. રૂપિયાની સ્થિરતા, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને ધીમી વૈશ્વિક આર્થિક વૃદ્ધિની અસર સોના પર જોવા મળશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં નરમાઈના સંકેતો અને ફુગાવામાં ઘટાડાના સંકેતો સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરો યથાવત રાખ્યા છે.