khissu

અઠવાડિયાની શૂભ શરૂઆત, સોનુ-ચાંદી ઉંધા માથે પછડાયા, ભાવમાં મોટો ઘટાડો! જલ્દી જાણી લો આજના ભાવ

Gold Silver Price Today: આજના સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોમવારે સવારે 25 ઓક્ટોબર 2023ના રોજ ડિલિવરી માટેનું સોનું MCX એક્સચેન્જ પર 58884 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે ખુલ્યું હતું. તે ગયા શુક્રવારે સાંજે રૂ. 58946ના ભાવે બંધ થયો હતો. જ્યારે 5 ડિસેમ્બર, 2023ના રોજ ડિલિવરી માટેનું સોનું આજે 59350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે ખુલ્યું હતું. શુક્રવારે સાંજે તે રૂ.59395 પર બંધ રહ્યો હતો.

વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્ય સુધી કોને કેટલો પગાર મળે? નેતાઓને ટેક્સ ભરવો પડે કે ટેક્સ ફ્રી હોય?

સોમવારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોમવારે સવારે 5 સપ્ટેમ્બર, 2023 ના રોજ ડિલિવરી માટે ચાંદીની કિંમત 73251 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે ખુલી હતી. શુક્રવારે સાંજે તે રૂ.73337 પર બંધ રહ્યો હતો. જ્યારે 5 ડિસેમ્બર, 2023 ના રોજ ડિલિવરી માટે ચાંદીની કિંમત 74674 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી.

તમે ગુજરાતના કેટલા મેળા કર્યા છે અને કેટલા વિશે જાણો છો? અહીં જોઈ લો 19 લોકમેળાની વિગતો, ચોંકી જશો!

સોમવારે સોનાના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.16 ટકા અથવા $3.20 ઘટીને $1,942.40 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત $ 1923.44 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. કોમેક્સ પર ચાંદીની વૈશ્વિક વાયદાની કિંમત સોમવારે ઘટી રહી છે. સોમવારે સવારે કોમેક્સ પર ચાંદી 0.35 ટકા અથવા 0.08 ડોલર ઘટીને 23.76 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

90 દિવસમાં સીધું 34 ટકા મોંઘુ થયું કાચું તેલ, શું હજુ પણ પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે કે પછી અચાનક ભાવમાં ભડકો થશે!

એક સમયે સોનાનો ભાવ 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો હતો. હવે ફરી સોનાનો ભાવ રૂ.58 હજારની નજીક પહોંચી ગયો છે. જો કે છેલ્લા મહિનાઓમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.