khissu

સોનું થયું ભારે સસ્તું: સોનામાં તોતિંગ ઘટાડો, આજના સોના-ચાંદીના ભાવ

દોસ્તો, સોનામાં અચાનક ગ્રાફ નીચે જતો જોવા મળ્યો જે લગભગ ઓગસ્ટ મહિનાથી નીચે જઈ રહ્યો છે પરંતુ હાલ બે-ત્રણ દિવસથી ફરી ગ્રાફ ઊંચો જતા જોવા મળે છે. પરંતુ એકાએક ભાવ ઊંચો જશે નહીં ભાવ ઊંચા ચડશે તો ધીમે ધીમે જ ચડશે.

માત્ર બે મહિનામાં ૬,૦૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૫૦૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૦૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.

૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૫૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૫૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૩૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૫૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૦,૫૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૯/૦૩/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭.૩૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૩૮.૪૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭૩.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૭૩૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭,૩૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૬૩.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૫,૭૦૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૪,૬૩૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૬,૩૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧,૩૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૨૦૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૫૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૨,૬૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૬ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૮૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

 

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.