khissu

સોનામાં ભારે ઘટાડો : રૂ. ૧૩,૮૦૦ નો જોરદાર ઘટાડો, ચાંદીમાં પણ તોતિંગ ઘટાડો થયો

સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળે છે તેથી તેવું કહેવું મુશ્કેલ ગણાય કે ક્યારે ભાવ વધશે અથવા ક્યારે ભાવ ઘટશે? જોકે ઓગસ્ટ મહિનાથી ભાવ સતત ઘટતો આવે છે જેમાં વચ્ચે બે ત્રણ દિવસ ભાવ વધારો થતો હતો ત્યાંજ ફરીથી ભાવ ઘટવાના શરૂ થઈ ગયા. હાલ બે દિવસથી તો ચાંદીના ભાવમાં પણ સારો ઘટાડો જોવા મળે છે.

માત્ર અઢી મહિનામાં ૬,૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૨૪૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.

૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૨૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૫,૩૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૮૦૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૨,૫૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૨૪/૦૩/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૫.૩૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૨૨.૪૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૫૩.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૫૩૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૫,૩૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૭૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૩૭.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૫,૪૯૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૪,૩૭૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૩,૭૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૨૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૬,૯૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૨૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૨,૪૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૬ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૮૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

 

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.