khissu

સોનામાં આજે એક જ દિવસમાં ભયંકર ઘટાડો, અચાનક સોનું નીચે પટકાયું, અત્યારસુધીનો સૌથી ઓછો ભાવ આજે થયો

સોના-ચાંદીમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે રોકાણકારો સોના-ચાંદીની ભરપૂર ખરીદી કરી રહ્યા છે. જોકે હાલ સોનામાં વધ ઘટ થતી જોવા મળે છે. સોનુ ૧૬૭૫નું સપોર્ટ લેવલ તોડવામાં સક્ષમ રહેત તો ખરેખર બહુજ નીચો ભાવ જવાની શક્યતાઓ હતી. પરંતુ ૧૬૭૫નું લેવલ તોડવું ખૂબ મુશ્કેલ ભર્યું હોવાથી તેને તોડી શક્યું નહીં જેથી ભાવ વધ ઘટ થયા રાખે છે.

આજે સોનામાં સૌથી નીચો ભાવ જોવા મળ્યો: આજે સોનામાં ફરી એકસાથે ઝટકો લાગ્યો છે. હમણાંથી સતત વધ ઘટ થતાં સોનાના ભાવ આજે એકસાથે નીચે પડ્યાં અને અત્યારસુધીનો સૌથી નીચો ભાવ જોવા મળ્યો.

માત્ર એક દિવસમાં ૬,૩૦૦ રૂપિયાનો ભયંકર ઘટાડો: ગઈ કાલે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૬૩,૨૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ હતો જેમાં આજે માત્ર એક જ દિવસમાં ૬,૩૦૦ રૂપિયાનો ઘટાડો થઈ આજે ૪,૫૬,૯૦૦ રૂપિયા થયો.

માત્ર અઢી મહિનામાં લગભગ ૬,૮૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૫,૬૯૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૮૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.

૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૪,૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૩,૧૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૪,૩૫૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૪,૭૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૩૧/૦૩/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩.૧૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૦૪.૮૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩૧.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૩૧૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩,૧૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૨,૬૦૦ રૂપિયાનો જોરદાર ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૩૮૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૫,૦૮૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૩,૮૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૩૮,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં ૬,૧૦૦ રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળ્યો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૬૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૬,૫૫૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૫,૬૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૬,૯૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં ૬,૩૦૦ રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળ્યો.

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૬ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૮૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. પરંતુ આજે તેનાથી પણ ઓછો ભાવ જોવા મળ્યો છે. આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયો. તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.