khissu

ઘટાડાનો દોર પુરો: ઉત્તરાયણ નજીક આવતા જ સોનાએ રોન કાઢી, ભાવમાં તોતિંગ વધારા સાથે આટલા હજાર થયાં

Business News: ભારતીય બુલિયન માર્કેટમાં ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. અગાઉ બુલિયન માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું હતું અને બંને ધાતુના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ વધીને રૂ.440 થયો હતો.

આ પછી 22 કેરેટ સોનું મોંઘુ થઈ ગયું અને 57,228 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 62,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તે જ સમયે, ભારતીય બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 71,940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ થવા લાગી. દેશના અન્ય શહેરોમાં પણ 12 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદમાં આજના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાના એક તોલાના 64,235 રૂપિયા બોલાઈ રહ્યા છે.

હાલમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાની કિંમત 0.67 ટકા એટલે કે 413 રૂપિયાના વધારા સાથે 62,201 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેન્ડ કરી રહી છે. જ્યારે ચાંદીની કિંમત 0.68 ટકા એટલે કે 488 રૂપિયાના વધારા સાથે 71,842 રૂપિયા પ્રતિ કિલો પર ચાલી રહી છે.

બીજી તરફ, વિદેશી બજારમાં યુએસ કોમેક્સ પર સોનાની કિંમતમાં 1.04 ટકા એટલે કે 21 ડોલરનો વધારો થયો છે અને તે ઔંસ દીઠ 2,040.20 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે અહીં ચાંદીની કિંમત 1.43 એટલે કે 0.33 ડૉલર વધીને 23.03 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.