khissu

સોનાના ભાવમાં ફરી જોરદાર ઘટાડો થયો, સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ

સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળે છે તેથી તેવું કહેવું મુશ્કેલ ગણાય કે ક્યારે ભાવ વધશે અથવા ક્યારે ભાવ ઘટશે? જોકે ઓગસ્ટ મહિનાથી ભાવ સતત ઘટતો આવે છે જેમાં વચ્ચે બે ત્રણ દિવસ ભાવ વધારો થતો હતો ત્યાંજ ફરીથી ભાવ ઘટવાના શરૂ થઈ ગયા.

આજે સોનાના ભાવમાં લગભગ ૧૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૧૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઘટાડો થયો છે. કમજોર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ ૦.૨૪% થી ઘટીને ૪૪,૭૯૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે જ્યારે ચાંદી ૦.૫% ઘટીને ૬૬,૦૧૩ પ્રતિ કિલોગ્રામ થઈ છે. જોકે આ પહેલા કારોબારી સત્રમાં સોનાના ભાવમાં ૦.૧૮% જ્યારે ચાંદીમાં ૧.૬% નો ઘટાડો થયો હતો.

ચાંદીના ભાવમાં થયેલ વધઘટ : જોકે ચાંદીમાં હાલ સામાન્ય વધ ઘટ જોવા મળે છે જેમાં શનિવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને સોમવારે તેમાં ૧.૬%નો ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીના સરાફા બજારમાં આજે ચાંદીની કિંમત ૬૬,૦૧૩ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.

સોનાના ભાવમાં થયેલ વધઘટ : સોનામાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સોનાના ભાવ સતત ઘટતાં જોવા મળે છે. ત્યારે ગઇકાલની સરખામણીએ આજે માત્ર એક દિવસમાં ૧૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો છે. દિલ્હીના સરાફા બજારમાં આજે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૩૮,૦૦૦ પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૪૭,૯૫૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલ વધઘટ : આતર રાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બન્નેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સોનું ૦.૩% ઘટીને ૧,૭૩૩.૬૯ ડોલર પ્રતિ ઔસ થયું છે ત્યારે ચાંદી ૦.૬% ઘટીને ૨૬.૬૧ ડોલર પ્રતિ ઔસ થઈ ગયું છે.