khissu

હાશ! સોનું સસ્તું થયું પણ ચાંદીના ભાવે ફુફાડો માર્યો, જાણો હવે એક તોલું કેટલા હજારમાં પડશે

શુક્રવારે (15 માર્ચ, 2024) ભારતીય બુલિયન માર્કેટમાં સોનું સસ્તું થયું હતું અને ચાંદી મોંઘી થઈ હતી. આજે શનિવારે એ જ ભાવથી સોનું વેચાઈ રહ્યું છે. સસ્તું થયા બાદ સોનાની કિંમત 66 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તે જ સમયે ચાંદીની કિંમત 77 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 50 રૂપિયા ઘટીને 66,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 66,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ.100ના ઉછાળા સાથે રૂ.77,100 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી 77,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "દિલ્હીના બજારોમાં સોનાની હાજર કિંમત (24 કેરેટ) પ્રતિ 10 ગ્રામ રૂ. 66,350 પર ટ્રેડ થઈ રહી છે, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 50 ઓછી છે."

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (કોમોડિટી માર્કેટ)માં હાજર સોનું ઔંસ દીઠ $2,166 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં $3 નીચા છે. જોકે, ચાંદી 25.05 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે ઊંચકાઈ રહી હતી, જ્યારે અગાઉના સત્રમાં તે 24.92 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું.