khissu

મજ્જા આવી ગઈ! ધનતેરસ પહેલા સોનાનો ભાવ સીધો ખાડે આવી ગયો, ચાંદી પણ 900 રૂપિયા સસ્તી થઈ

Gold Silver Rate Down: ધનતેરસ પહેલા સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે સારી તક આવી છે. આજે જ્યારે ગોલ્ડન મેટલ સસ્તી થઈ રહી છે ત્યારે ચમકતી ધાતુ ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમને તહેવારોની સીઝન અને લગ્ન પહેલા સસ્તી ખરીદી કરવાનો મોકો મળી રહ્યો છે, તો તમે આ તકનો ઉપયોગ કરી શકો છો.

ખેડૂતોની દિવાળી સુધરી ગઈ: સરકાર ખરેખર આપી રહી છે પુરા 15 લાખ રૂપિયા, 11 લોકોની ટીમ કરી દો અરજી

આજે સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો?

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનું 335 રૂપિયા અથવા 0.55 ટકાના ઘટાડા સાથે 60435 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેચાઈ રહ્યું છે. સોનાના આ ભાવ તેના ડિસેમ્બર વાયદા માટે છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાના એક તોલાનો ભાવ હાલમા 62,620 રૂપિયા બોલાઈ રહ્યો છે.

દિવાળી પર અહીં મળી રહ્યું છે સાવ સસ્તું સોનું, બજાર કરતાં ઘણો ફરક પડશે, લોકોની અત્યારથી લાઈન લાગી

ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થશે?

ચળકતી ધાતુની ચાંદીમાં આજે ભારે કારોબાર થઈ રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીના ભાવ રૂ. 888 સસ્તા થયા છે અને રૂ. 71229 પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે. આ ચાંદીના દર તેના ડિસેમ્બર વાયદા માટે છે. ચાંદીમાં 1.23 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

21 વર્ષની ઉંમરે તમારું બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે 10,000 રૂપિયાથી કરો પ્લાન

તહેવારોમાં સસ્તું સોનું ખરીદવાની તક

જો તમને તહેવારો દરમિયાન સસ્તું સોનું ખરીદવાની તક મળી રહી છે, તો તેને ચૂકશો નહીં. લાંબા સમયથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ આ સપ્તાહનો બીજો દિવસ છે જ્યારે સોના અને ચાંદીના ભાવ નીચે આવી રહ્યા છે. જો તમે ધનતેરસ, દિવાળી, ભાઈ દૂજ અને છઠ પછી લગ્નની સિઝન માટે ખરીદી કરવા માંગતા હોવ તો આ સમય સારો અવસર છે.

લોકો કમાય-કમાયને ફેશનમાં જ ઉડાડે છે, પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે, આંકડો જોઈને વિશ્વાસ નહીં આવે

દેશના મોટા મેટ્રો શહેરોમાં સોનાના ભાવ કેટલા સસ્તા છે?

દિલ્હી: 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.110 ઘટીને રૂ.61,510ના સ્તરે વેચાઈ રહ્યું છે.
મુંબઈ: 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.110 ઘટીને રૂ.61,360ના સ્તરે વેચાઈ રહ્યું છે.
ચેન્નાઈ: 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.330 ઘટીને રૂ.61,850ના સ્તરે વેચાઈ રહ્યું છે.
કોલકાતા: 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.110 ઘટીને રૂ.61,360ના સ્તરે વેચાઈ રહ્યું છે.