khissu

સોના- ચાંદીમાં ધરખમ ઘટાડો, હજી કેટલો ઘટશે ભાવ ?

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ૧૭૯૧ અમેરિકન ડોલર પ્રતિ ઔસ થયું. વૈશ્વિક વાયદા ભાવ કૉમેક્સ પર સોનુ ૧૭૮૪ ડોલર પ્રતિ ઔસ છે. આમ હાલ સોનું વૈસ્વીક સ્તરે પણ ૧૮૦૦ ડોલર પ્રતિ ઔસ કરતા પણ નીચે આવ્યું છે.

કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કોરોના સંકટ ટળતો ગયો અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ તેમ સોના-ચાંદીના ભાવ માં ઘટાડો થતો ગયો.

૧ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થયું જેમાં સોના-ચાંદી પર કસ્ટમડ્યૂટી ઘટાડી હતી જેથી બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે સોના-ચાંદીમાં ઓગસ્ટ મહિનાથી ધીમે ધીમે ઘટાડો થતો આવ્યો છે.

ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે  અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૭૭૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૯,૦૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૬ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૧,૨૭૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૮,૮૪૦ ₹ નો ઘટાડો થયો છે.

જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૨૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪,૮૭,૭૦૦ રૂપિયા થયો છે. જેથી માત્ર દોઢ મહિનામાં જ ૩૮,૧૦૦ રૂપિયાનો જોરદાર ઘટાડો થયો.

જોકે આ જ મહિનાની વાત કરીએ તો આ મહિનાની ૧લી તારીખે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૮,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૧,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

જ્યારે આજે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૫,૭૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૮,૭૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો. જેથી ૧લી તારીખથી લઈને આજ સુધીના માત્ર ૨૦ દિવસના અંતરમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૨,૮૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો નોંધાયો છે. જ્યારે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૨,૭૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો છે.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.

ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૨૨/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૯૦૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૭૭.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૬,૬૧૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૫,૭૭૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૭,૭૦૦.૦૦ રૂપિયા

જોકે, એક દિવસ પહેલા ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૫૭,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ગ્રામ હતો જયારે આજે ૪,૫૭,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો જેથી કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭૭.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૦૧૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૭૭૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭,૭૦૦.૦૦ રૂપિયા

જોકે, એક દિવસ પહેલાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૮૭,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ગ્રામ હતો જયારે આજે ૪,૮૭,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો જેથી કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

છેલ્લા સાત દિવસના સોનાના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૬/૦૨/૨૦૨૧       ૪,૬૭,૪૦૦ ₹        ૪,૯૭,૪૦૦ ₹
૧૭/૦૨/૨૦૨૧       ૪,૭૧,૬૦૦ ₹        ૫,૦૧,૬૦૦ ₹
૧૮/૦૨/૨૦૨૧        ૪,૭૧,૫૦૦ ₹       ૫,૦૧,૫૦૦ ₹
૧૯/૦૨/૨૦૨૧        ૪,૬૯,૯૦૦ ₹       ૪,૯૯,૯૦૦ ₹
૨૦/૦૨/૨૦૨૧        ૪,૫૪,૯૦૦ ₹       ૪,૮૪,૯૦૦ ₹
૨૧/૦૨/૨૦૨૧        ૪,૫૭,૫૦૦ ₹       ૪,૮૭,૫૦૦ ₹
૨૨/૦૨/૨૦૨૧        ૪,૫૭,૭૦૦ ₹       ૪,૮૭,૭૦૦ ₹