khissu

LPG ગેસ ધારકો માટે ખુશીના સમાચાર: શું ગેસ કંપનીઓ આપવાની છે મોટી રાહત? જાણો સપુર્ણ માહિતી વિગતવાર

ગયા વર્ષે 1 નવેમ્બર 2020 થી એલપીજી સિલિન્ડરોની બુકિંગ (Booking of LPG Cylinders) અંગે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ગેસ સિલિન્ડરનું બુકિંગ ઓટીપી (OTP) આધારિત કરવામાં આવ્યું હતું, જેથી બુકિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત અને સારી થઈ શકે. હવે ફરી એકવાર એલપીજી (Liquefied Petroleum Gases - LPG) બુકિંગ અને ડિલિવરી સિસ્ટમ ખૂબ સરળ બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

એલપીજી (LPG) બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી:
સરકાર અને ઓઇલ કંપનીઓ વિચાર કરી રહી છે કે, ગ્રાહકો માટે એલપીજી ગેસ અને રિફિલ બુક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે નવા એલપીજી નિયમોની ચર્ચા થઈ રહી હતી ત્યારે, એ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે ગ્રાહકોએ એલપીજી રિફિલ માટે તેમની પોતાની ગેસ એજન્સી પર નિર્ભર ન રહેવું જોઈએ. જે પણ અન્ય ગેસ એજન્સી તેની નજીક છે, તેઓએ તેમના એલપીજી સિલિન્ડરને ત્યાંથી જ ભરવા જોઈએ. સરકાર અને તેલ કંપનીઓ દ્વારા આ સુવિધા માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.

શું કોઈ પણ એજન્સીમાં એલપીજી (LPG) રિફિલ કરાવી શકાશે?
ઘણી વખત ગ્રાહકને તેની પોતાની ગેસ એજન્સી પાસેથી બુકિંગ કર્યા પછી રિફિલ માટે લાંબી રાહ જોવી પડે છે, કારણ કે ઉપભોક્તાની ગેસ એજન્સી તેના ઘરની નજીક ન હોય પરંતુ બિજા અન્ય વિસ્તારમાં હોય છે. જેથી ત્યાંથી ડિલિવરી કરવામાં વિલંબ થાય છે. હવે એજન્સીઓ દ્વારા એવા વિચાર કરવામાં આવી રહ્યાં છે કે ગ્રાહકની ગેસ એજન્સી ગમે તે હોય પરંતુ ગ્રાહક કોઈ પણ ગેસ એજન્સીમાંથી રિફિલ કરી શકે. એટલે કે, જો કોઈ ગ્રાહક પાસે આઇઓસી (IOC) નું સિલિન્ડર હોય, તો તે તેને બીપીસીએલ (Bharat Petroleum Corporation Limited-BPCL) દ્વારા પણ રિફિલ કરી શકે છે. ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ત્રણેય કંપનીઓ એક વિશેષ પ્લેટફોર્મ બનાવે છે. સરકારે પણ આ અંગે તેલ કંપનીઓને સૂચનાઓ જારી કરી છે.

આ પણ વાંચો: શું ખરેખર ફિક્સ ડિપોઝિટ (fixed deposit - FD) ના બદલામાં ક્રેડિટ કાર્ડ લેવું ફાયદાકારક છે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

એડ્રેસ પ્રૂફ વિના પણ એલપીજી (LPG) સિલિન્ડર મળશે :- આ સિવાય હવે તમે એડ્રેસ પ્રૂફ વિના પણ 5 કિલોના નાના સિલિન્ડરનું કનેક્શન લઈ શકશો. નાના ગેસ સિલિન્ડરથી સૌથી મોટો લાભ સ્થળાંતર કરતાં લોકોને મળશે. કારણ કે તેમના માટે એડ્રેસ પ્રૂફ વ્યવસ્થા કરવી મુશ્કેલ બને છે. આ કિસ્સામાં, આ સિસ્ટમ તેમના માટે અનુકૂળ રહેશે. આ નાના ગેસ સિલિન્ડરને દેશભરમાં કોઈ પણ ગેસ વિતરણની એજન્સી પરથી રિફિલ કરાવી શકાશે. આનો અર્થ કે તમે તેને પેટ્રોલ પંપ પરથી પણ લઈ શકો છો.