khissu

ફક્ત 100 રૂપિયાનું રોકાણ કરીને તમે પણ બની શકો છો કરોડપતિ

જો તમે પણ ઓછા રોકાણે અમીર બનવા માગતા હોય તો આજે અમે તમને રોકાણનો એનો આઈડિયા બતાવીશું જેના દ્વારા તમે કરોડપિત બની શકો છો. જેમા ફક્ત તમારે 100 રૂપિયાનું જ રોકાણ કરવાનું રહેશે. તમે તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનો આ વિકલ્પ પસંદ કરી શકો છો.

ઘણા લોકો શેર બજારમાં રોકાણ કરવાથી ડરતા હોય છે પરંતુ જો યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો તમને સારૂ રિટર્ન મળી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ મ્યુચ્યુઅલ ફંડ SIP વિશે. જેમા રોકાણ કરી તમે સારી કમાણી કરી શકો છો.

તમને જણાવી દઈએ કે હાલના વર્ષોમાં શેરબજારમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં શાનદાર વળતર આપ્યું છે.  જેના દ્વારા લોકો નાના રોકાણથી પણ મોટી કમાણી કરી રહ્યા છે. જ્યારે બજારમાં મંદી હોય ત્યારે  જે લોકો રોકાણ કરે છે તેઓ વધુ નફો સારો મળે છે. SIP ની ખાસ વાત એ છે કે તમે ધીમે ધીમે રોકાણ કરી શકો છો. એટલે જ મોટી સંખ્યામાં લોકો તેમા રોકાણ કરી રહ્યા છે. આ અંગે નિષ્ણાતો જણાવે છે કે જો તમે ઇક્વિટી માર્કેટની SIPમાં દર મહિને રૂ. 3 હજારનું રોકાણ કરો છો તો આ રોકાણ પર 10 થી 15 ટકા વળતર મળવાની સંભાવના છે.

આ અંગે વિગતવાર સમજીએ તો, માની લો કે તમે પુરા 30 વર્ષ સુધી દર મહિને 3 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારું કુલ રોકાણ થશે 10 લાખ 95 હજાર રૂપિયા. હવે જો તમને આ રોકાણ પર સરેરાશ 12 ટકા રિટર્ન મળે છે, તો તમને કુલ 97 લાખ 29 હજાર રૂપિયાનું રિટર્ન મળશે.

હવે જો આપણે કુલ રૂ. 10.95 લાખના રોકાણમાં રિટર્નના 97.29 લાખ રૂપિયા જોડી દઈએ તો તમારા રોકાણની કુલ રકમ વધીને રૂ. 1.08 કરોડ થશે. એટલે કે, જો તમે દરરોજ 100 રૂપિયાના દરે 30 વર્ષ સુધી પૈસા જમા કરો છો, તો તમને 1.08 કરોડની એકસાથે રકમ મળશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલના વર્ષોમાં ઘણા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ ફક્ત 1 વર્ષમાં 100% વળતર આપ્યું છે.

એક વર્ષમાં રૂપિયા ડબલ: જે લોકોને 100 ટકા રિટર્ન મળ્યું છે તેના એક વર્ષમાં  પૈસા ડબલ થઈ ગયા છે. નોંધનિય છે કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો ટ્રેક રેકોર્ડ પણ ઘણો સારો રહ્યો છે. તેથી તેમા રોકાણ સલામત પણ છે અને સારો એવો નફો પણ આપે છે. આમ જો તમે 2022માં રોકાણ કરવાનું વિચારી રહ્યા તો એસઆઈપી તમારા માટે સારો વિકલ્પ છે.