khissu

ખેડૂતો માટે આવી સુપર એપ, તેના ફિચર્સ જાણીને રહી જશો દંગ

ભારતમાં ડિજીટાઈઝેશન સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, સરકાર ખેડૂતોને ડિજિટલ રીતે જોડવાના તમામ પ્રયાસો કરી રહી છે, જેથી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ તેમના સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે સરકાર ખેડૂતો માટે એક એપ પણ લાવી છે. શું છે આ સુપર એપની ખાસિયત, ચાલો જાણીએ.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અપાઇ માહિતી 
ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવા માટે સરકાર એક સુપર એપ લોન્ચ કરવા જઈ રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એક અધિકારીએ આ માહિતી આપી છે. આ મુજબ, કેન્દ્ર સરકાર કૃષિ મંત્રાલય કિસાન સુવિધા, mKisan, Pusa કૃષિ, પાક વીમા એન્ડ્રોઇડ એપ, ફાર્મ ઓ પીડિયા, IFFCO કિસાન અને ICAR કૃષિ જ્ઞાન, એગ્રીમાર્કેટ જેવી તમામ એપ્સને એકસાથે જોડવાનું વિચારી રહી છે. તાજેતરમાં જ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુપર એપ આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે.

સુપર એપની વિશેષતાઓ
- આ એપ એક એવું પ્લેટફોર્મ હશે જ્યાં ખેડૂતો દરેક વસ્તુ વિશે જાણકારી મેળવી શકશે.
- આ એક એપમાં ઘણી ડિજિટલ એન્ટિટી અને હાલની મોબાઈલ એપ્સ પણ સામેલ કરવામાં આવશે.
- ખેડૂતો માટે જરૂરી દરેક નાની-મોટી માહિતી જેમ કે વિકાસ, હવામાન, બજાર અપડેટ્સ, ઉપલબ્ધ સેવાઓ, સરકારી યોજનાઓ, આબોહવા આ એપથી ખેડૂતોને ઉપલબ્ધ થશે, જેની સીધી અસર ખેડૂતો પર પડે છે.
- આ સુપર એપ દ્વારા ખેડૂતો પાક ઉત્પાદન અને નવી ટેકનોલોજી વિશે પણ માહિતી મેળવી શકશે.
- એટલું જ નહીં, આ એપ દ્વારા વૈજ્ઞાનિકો ખેડૂતોનો સીધો સંપર્ક કરી શકશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુપર એપમાં તમામ એપ્સની હાજરીને કારણે, ખેડૂતો સેવાઓ પસંદ કરી શકશે. આ સુપર એપનો સૌથી મોટો હેતુ ખેડૂતોને તેમની સાથે જોડાયેલ તમામ એપ્સ શોધવામાં મદદ કરવાનો છે.