Top Stories

Bike ખરીદવા સરકાર આપશે 12000 સબસિડી: જાણો કઈ યોજના? કોને લાભ?

ગુજરાત રાજ્યમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર - થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત  યોજના CM વિજય રૂપાણીએ જાહેર કરી છે. જે યોજના અંતર્ગત ધોરણ 9 થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર વાહન ખરીદવા સરકાર 12000 રૂપિયાની સબસિડી સહાય આપશે અને આ વર્ષે 10,000 વાહનોને સબસિડી આપવાનો લક્ષ્યાંક સરકારનો છે.

 કોણ ફોર્મ કરી શકે?
ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ, વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી કરવાની રહેશે. 

ફોર્મ ક્યાં થી મળશે? 

જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઇટ પર (geda.gujarat.gov.in) 
ફોર્મ સાથે શું વિગતો આપવાની? 

  • બોનાફાઈડ સર્ટીફિકેટ , (વર્ષ 2020-21) નવું અથવા સ્વ.પ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ
  • સ્વ-પ્રમાણિત કરેલ વિદ્યાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ
  • વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ, ગરીબ, અતિગરીબ, બિન અનામત વર્ગના આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની ઝેરોક્ષ
  • ડ્રાઈવીંગ લાયન્સની સ્વ.પ્રમાણિત નકલ ( ફક્ત બેટરી સંચાલિત હાઈ સ્પીડ વાહનો માટેનું )

અરજી પત્રક (ફોર્મ) કોને જમા કરાવવાનું

ફોર્મ અને મોડલ પસંદ કરીને તારીખ 31 ડિસેમ્બર 2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ, જેડા ની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. 

પ્રાથમિકતાના ધોરણો કેવી રીતે નક્કી થશે ? 

આગળના વર્ષમાં મેળવેલ પરીક્ષાનું રિઝલ્ટ આધારિત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, દિવ્યાંગ, સામાજીક આર્થિક પછાત તથા બિન અનામત વર્ગના આર્થિક પછાત વિદ્યાર્થીઓ ને પહેલા અગ્રતા આપવામાં આવશે. 

યોજનામાં સબસીડી મળવાપાત્ર છે?

 રૂપિયા 12,000 ની પ્રતિ વાહને મળશે. 

સબસીડીનો લાભ કઈ રીતે મળશે? 

જેડા (Geda) દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે.

વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ, તથા તેમના ડીલર્સની ઑફિસ ની માહિતી ક્યાંથી મળશે ?  

geda.gujarat.gov.in વેબસાઇટ પર માહિતી મળશે. 

સંપર્ક નંબર ગાંધીનગર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ( જેડા )ફોન નંબર: 079-23257251-53