Top Stories
khissu

સરકારની નવી યોજના, DAP ખાતર મફતમાં મળશે તેમજ મકાઈ અને શાકભાજી બીયારણ, જાણો યોજના વિષે


આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ Department Support Agency of Gujarat કામગીરી કરે છે. આદિજાતિ વિભાગ દ્વારા ઘણી લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે. જેમ કે બ્યુટી પાર્લર યોજના, ટ્રેકટર લોન યોજના, લેપટોપ સહાય યોજના વગેરે. વધુમાં આ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2022-23 માં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે.આ યોજના મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતરની કીટનું વિતરણ કરવામાં આવે છે.

યોજના: વનબંધુ કલ્યાણ યોજના

અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2022

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 માટે જાહેરાત બહાર પડેલી છે. જેમાં આદિજાતિના ઈસમોને અલગ-અલગ યોજનાના લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે.
આ યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની પ્રોમ ખાતરની 1 થેલીની કીટ મળશે.
બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ મળશે.
નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ  મળશે.
 

જરૂરી ડોક્યુમેન્ટ:
લાભાર્થીનું આધારકાર્ડ
રેશનકાર્ડની નકલ
ખેડૂતની જમીનના 7/12 ની નકલ
ખેડૂતના 8-અ ની નકલ
લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
BPL સ્કોર કાર્ડ (0 થી 20 નો સ્કોર કાર્ડ ધરાવતા) અનુસુચિત જન જાતિનું પ્રમાણપત્ર
મોબાઈલ નંબર

ફોર્મ ક્યાં ભરવું: તમે ઘર બેઠા https://dsagsahay.gujarat.gov.in/ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો. અથવા તો csc સેન્ટર અથવા સાઇબર કાફે માં જઈને ફોર્મ ભરી શકશો.

આદિજાતિના લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની ઓનલાઈન સ્થિતિ જાણી શકે છે. ખેડૂત લાભાર્થીઓ દ્વારા https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ પરથી Application Status ચેક કરી શકે છે.