Top Stories

ગ્રીન રેશનકાર્ડ યોજના : 1 રૂપિયે 1 કિલો અનાજ / જાણો કોને, ક્યારે અને કેવી રીતે મળશે લાભ?

કેન્દ્ર સરકારે નવી યોજના બહાર પાડી છે ગ્રીન રેશનકાર્ડ યોજના:

  • ગ્રીન રેશનકાર્ડ યોજના શું છે?
  • ગ્રીન રેશનકાર્ડમાં કોને લાભ મળશે?
  • ગ્રીન રેશનકાર્ડ કઈ રીતે બનાવવું?
  • કઈ જગ્યા પર ફોર્મ ભરવું & કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

ગ્રીન રેશનકાર્ડ યોજના ( Green Reshncard yojna) શું છે?

કેન્દ્ર સરકારે NFSA થી વંચિત ( રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા થી વંચિત અને ગરીબ લોકો ને અનાજ આપવા માટે આ ગ્રીન રેશનકાર્ડ યોજના ચાલુ કરી છે.

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે પરંતુ તેમનું અમલીકરણ અને પ્રારંભિક કામો રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

ગ્રીન રેશનકાર્ડ કઈ રીતે બનાવવું?

જે રીતે સામાન્ય રેશનકાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા કરવાની હોય છે એવી જ રીતે આમાં પણ અરજી પ્રક્રિયા કરવાની રહેશે. ( Online અથવા Offline) 

આ અરજી પ્રક્રિયા તમે જન સેવા કેન્દ્ર, ખાદ્ય પુરવઠા વિભાગ, અથવા PDS કેન્દ્ર ઉપર કરી શકો છો.

Online અરજી માટે નવું Web પોર્ટલ જાહેર કરવામાં આવશે.

ગ્રીન રેશનકાર્ડ બનાવવા માટે જરૂરી પુરાવા?

આધાર કાર્ડ ની નકલ બેંક

પાસબુકની નકલ 

મોબાઇલ નંબર

ચૂંટણી કાર્ડ

તમે ઘર બેઠાં પણ ઓનલાઇન અરજી કરી શકશો.

ગ્રીન રેશનકાર્ડ મા કોને લાભ મળશે?

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાથી વંચિત અને અત્યંત ગરીબ લોકો છે એમને આ રેશનકાર્ડ આપવામાં આવશે.

હાલ તો એવી જાહેરાત છે કે માત્ર BPL ના અનાજ વંચિત લોકોને આ રેશનકાર્ડ આપવામાં આવશે.

ગ્રીન રેશનકાર્ડમાં એક રૂપિયે કિલો અનાજ મળશે યુનિટ દીઠ ૫ કિલો અનાજ આપવામાં આવશે.

રેશનકાર્ડ નો લાભ માત્ર બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને જ આપવામાં આવશે પરંતુ એમાં પણ ચકાસણી કરવામાં આવશે કે એ લોકો બીપીએલ રેશનકાર્ડ ની પાત્રતા ધરાવે છે કે નહીં?

આ યોજના પાછળ રાજ્ય સરકાર હાલ ઝડપી કાર્ય કરી રહી છે અને ઝારખંડ સરકાર ૧૫ નવેમ્બરથી આ યોજના અમલમાં મૂકી રહી છે જ્યારે સરકાર નો ટાર્ગેટ છે કે 2020 સુધીમાં અથવા 2021 ની શરૂઆતમાં આ યોજના લાગુ થઈ જાય.

આ રેશનકાર્ડ ની પ્રક્રિયા ગુજરાત માં ચાલુ થશે ત્યારે અમે ( Team Khissu) આપને જાણ કરીશું.